For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી..' સંસદ સત્રના પહેલાં બોલ્યા PM મોદી

10:50 AM Jun 24, 2024 IST | Bhumika
 દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી    સંસદ સત્રના પહેલાં બોલ્યા pm મોદી
Advertisement

18મી લોકસભાનું પ્રથમ વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે અને કાલે નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત 280 સાંસદો શપથ લેશે અને મંગળવારે 264 નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે. આ શપથ રાજ્યવાર સાંસદોને અપાશે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ સાંસદોને શપથ લેવડાવશે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે NEET-NET મુદ્દે સંસદમાં હંગામો થવાની સંભાવના છે.

લોકસભા સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય સાથે 18મી લોકસભા આજથી શરૂ થઈ રહી છે. ભવ્ય રીતે ચૂંટણી યોજવી એ ભારતીયો માટે ગર્વની વાત છે. આઝાદી બાદ બીજી વખત દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક આપી છે, જે 60 વર્ષ પછી આવી છે. આ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Advertisement

સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું કે આ સંસદીય લોકશાહી માટે ગર્વનો દિવસ છે. આઝાદી પછી પહેલીવાર સંસદનું સત્ર નવા સંસદભવનમાં યોજાઈ રહ્યું છે. હું ચૂંટાયેલા તમામ સાંસદોનું સ્વાગત કરું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement