For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપામાં ઓનલાઇન ભરેલા નાણાં રિટર્ન થશે તો પણ વળતર યોજનાનો લાભ

03:34 PM May 16, 2024 IST | Bhumika
મનપામાં ઓનલાઇન ભરેલા નાણાં રિટર્ન થશે તો પણ વળતર યોજનાનો લાભ
Advertisement

કોઇપણ યોજનાનો અંતિમ દિવસ હોય અને ઓનલાઇન પેમેન્ટ રિટર્ન થયું હશે તેવા અરજદારને મનપાનો ફોલ્ટ હશે તો યોજનાનો લાભ મળવા પાત્ર

મહાનગરપાલિકાની મોટાભાગની યોજનાઓમાં પેમેન્ટ પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન ભરેલા નાણા બેન્કમાંથી કપાઇ ગયા બાદ પરત ખાતામાં જમા થઇ જતા હોવાની ફરિયાદો ઉઠતા અને અનેક અરજદારો યોજનના લાભથી વંચિત રહી જતા હોવાના બનાવો વધાતા ‘ગુજરાત મિરર’ દ્વારા આ મુદ્દે અહેવાલ પ્રગટ કરતા કોર્પોરેશને પોતાની ભુલ શુધારી આજથી ઓનલાઇન ભરેલા રિટર્ન થયેલા નાણા પરત જમા કરી યોજનાનો અરજદારને લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ડીઝીટલ ઈન્ડિયા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની મોટાભાગની પેમેન્ટ વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પેમેન્ટમાં રિસંગતતાઓ જોવા મળી રહી છે. કોઈપણ વિભાગનાકામ અંતર્ગત નાગરિકે ઓનલાઈન પેમેન્ટ કરેલ હોય ત્યારે તે વ્યક્તિના બેંક ખાતામાંથી પૈસા ઉપડી જાય છે પરંતુ જે કામ માટે જે વિભાગમાં પૈસા ભરેલ હોય ત્યાં જમા થતાં નથી અને આ નાગરિક ફરિયાદ કરે ત્યારે 10-15 દિવસ બાદ એ પેમેન્ટ ફરી વખત એ વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે જેના કારણે આ વ્યક્તિએ જે વિભાગના કામ માટે પૈસા ભરેલ હોય તેની મુદત પૂર્ણ થઈ જતાં તેનો લાભ મળતો નથી અને આ બાબતે અનેક ફરિયાદો ઉઠવા પામી છે છતાં તંત્રએ આજ સુધી ઓનલાઈન પેમેન્ટ કરતી એજન્સી અને બેંક વિરુદ્ધ કોઈ જાતના પગલા ભર્યા નથી.

મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન ટેક્સ ભરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે, જેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી સિવિક સેન્ટર ખાતે સ્વાઇપ મશીનથી ઓનલાઇન નાણાં જમા કરાવનારા કરદાતાઓને એક ટકો રિબેટ વધુ આપવામાં આવતું હતું. તેમાંય છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રકારે પ્રોપર્ટી ટેક્સ ભરનારને 14-15 ટકા રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. પરંતુ અંતિમ દિવસોમાં ઓનલાઈન પેમેન્ટ ભરનારના પૈસા જમા ન થતાં સમય મર્યાદા પૂર્ણ થઈ જવાથી રિબેટ યોજનાનો લાભ લેવામાંથી અનેક પ્રમાણીક કરદાતાઓ વંચીત રહી જતા હોવાની ફરિયાદો ઉઠતા ‘ગુજરાત મિરર’ દ્વારા આ મુદ્દે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરેલ જેને આજે સફળતા મળી છે.

અગાઉનાં વર્ષોમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો તેમનાં રહેણાકનાં ટેક્સ બિલ ભરીને 14-15 ટકા રિબેટ મેળવવા તેમનાં વિસ્તારનાં સિવિક સેન્ટર ઉપર પહોંચી ગયાં હતા. જ્યાં અનેક નાગરિકોને તેમનાં અગાઉનાં વર્ષોનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી તેવો જવાબ મળ્યો હતો. તેથી કેટલાય નાગરિકો ઘરે જઇ અગાઉ ભરેલાં પ્રોપર્ટી ટેક્સની પહોંચ લઇ આવ્યા હતા. અને ટેક્સના પૈસા જમા થઈ ગયેલ ન હોય આ પ્રકારના અરજદારોની મિલ્કતો સીલ કરવા તેમજ નળ કનેક્શન કાપવાસહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. ઓનલાઈન પૈસા જમા ન થવાથી તેનીજાણકારી વેરાવિભાગના અધિકારીઓને ન હોવાથી અરજદારે દર વર્ષે વેરાવળતર યોજનાનો લાભ ગુમાવી સીલીંગ અને નળ કનેક્શન કપાતનો ભોગ બનવું પડી રહ્યું હતું. જેમાંથી હવે છુટકારો મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement