For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૃત્યુના 4 દિવસ બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિને દફનાવામાં આવ્યા નથી, જાણો શા માટે?

02:29 PM May 22, 2024 IST | admin
મૃત્યુના 4 દિવસ બાદ પણ ઈરાનના રાષ્ટ્રપતિને દફનાવામાં આવ્યા નથી  જાણો શા માટે
Advertisement

ઈબ્રાહિમ રાયસી ફ્યુનરલઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગયા રવિવારે બપોરે ક્રેશ થયું હતું. બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઈરાન શોકમાં ગરકાવ છે અને વિશ્વના વિવિધ દેશોના નેતાઓ ઈરાન જઈ રહ્યા છે. આજે રાયસીની નમાઝ-એ-જનાઝા પણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી મૃતદેહને દફનાવવામાં આવ્યો નથી. જાણો શા માટે આ વિલંબ થઈ રહ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયનને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતની સરહદેથી પરત ફરતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સહિત તમામ 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ઈરાન સહિત સમગ્ર વિશ્વમાં ઈબ્રાહિમ રાયસીના સમર્થકો શોકમાં ગરકાવ છે. અકસ્માતના ચાર દિવસ બાદ પણ ઈબ્રાહિમ રાયસીના મૃતદેહને દફનાવવામાં આવ્યો નથી. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ફોર એક્ઝિક્યુટિવ અફેર્સ મોહસેન મન્સૂરીએ સોમવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ગુરુવારે ઈરાનના પૂર્વોત્તર શહેર મશહાદમાં દફનાવવામાં આવશે.

Advertisement

રાયસીની અંતિમયાત્રા ક્યાંથી પસાર થશે?
રાયસીનું પાર્થિવ દેહ મંગળવારે બપોરે ઈરાનના શહેર કોમ પહોંચ્યું જ્યાં તેમનો પ્રથમ શોક સમારંભ યોજાયો હતો. ત્યારપછી સાંજે તેના મૃતદેહને ઉત્તર-પશ્ચિમ શહેર તાબ્રીઝ લઈ જવામાં આવ્યો. આજે એટલે કે બુધવારે રાષ્ટ્રપતિ અને અન્ય લોકોના મૃતદેહ રાજધાની તેહરાન લાવવામાં આવ્યા છે. જ્યાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ અંતિમ પ્રાર્થના કરી હતી. આ પછી રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને તેમના હોમ ટાઉન મશહદ લઈ જવામાં આવશે અને ત્યાં તેમને દફનાવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement