For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું

05:53 PM Jun 05, 2025 IST | Bhumika
યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું

છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં પ્રવેશતા અટકાવી દેતા ભોજન અને દવાને અભાવે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એવામાં ગાઝા પર હુમલા તાત્કાલિક ધોરણે રોકવા માટે માંગ ઉઠી રહી છે. બુધવારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC) સમક્ષ ગાઝામાં તાત્કાલિક, બિનશરતી અને કાયમી યુદ્ધવિરામની માંગ કરતા ઠરાવનો મુસદ્દો રજુ કરવામાં આવ્યો. અમેરિકા સિવાય તમામ દેશોએ આ યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ અમેરિકાને વીટો ને કારણે આ ઠરાવ પસાર ન થઇ (ઞજ દયજ્ઞિંયત શક્ષ UNSC) શક્યો.

Advertisement

UNSC રજુ કરવામાં આવેલા ઠરાવના મુસદ્દામાં ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચડવાની પણ હાકલ કરવામાં આવી હતી. ઠરાવના મુસદ્દામાં હમાસ અને અન્ય લોકો દ્વારા કેદ કરવમાં આવેલા તમામ બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઠરાવને કાઉન્સિલના અન્ય 14 સભ્યોનો ટેકો મળ્યો, પરંતુ યુ.એસએ તેના વીટો પાવરનો ઉપયોગ કરીને ઠરાવ પસાર થતા અટકાવ્યો હતો.
યુએનમાં કાર્યકારી યુએસ રાજદૂત ડોરોથી શીએ ઠરાવ પર મતદાન પહેલાં કાઉન્સિલને જણાવ્યું હતું કે આ ઠરાવથી યુદ્ધવિરામ માટે યુએસના નેતૃત્વ હેઠળ થઇ રહેલા પ્રયાસો પ્રતિકુળ અસર કરશે.

તેમણે કહ્યું, યુનાઇટેડ સ્ટેટ્સ સ્પષ્ટ રહ્યું છે: જેમાં હમાસની નિંદામાં આવી ન હોય, હમાસને હથિયારો નીચે મુકવા અને અને ગાઝા છોડવા માટે હાકલ કરવામાં ન આવી એવા કોઈ ઠરાવને સમર્થન આપીશું નહીં.યુએસનું આ પગલું દર્શાવે છે કે ગાઝામાં માનવીય કટોકટી છતાં, અમેરિકા ઇઝરાયેલને સતત સમર્થન કરી રહ્યું છે. ઇઝરાયેલને સૌથી વધુ લશ્કરી સહાય યુએસ તરફથી મળી રહી છે.યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી રહ્યું હોવા છતાં, યુએસ યુક્રેનનો પક્ષ લઈ રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement