પાંચ લાખની ઉઘરાણીમાં જમીન-મકાનના દલાલ પર ચાર શખ્સોનો હુમલો
ઓફિસે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં આંતરી હુમલો કર્યો, ચાર શખ્સો સામે ફરિયાદ
શહેર દોશી હોસ્પિટલ પાસે પૈસાની લેતી દેતી મામલે જમીન મકાનના દલાલને રોકી ચાર શખ્સોએ ધોકા વડે માર મારી અને ગાળો આપ્યાની ફરિયાદ માલવીયા નગર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.વધુ વિગતો મુજબ,શીવનગર સોસા. શેરી નં.11માં રહેતા રામભાઇ નારણભાઇ લાવડીયા(ઉ.વ. 38)એ પોતાની ફરિયાદમાં પ્રદીપ ઉર્ફે પદો ભાણો ડાંગર,નિર્મળ મિયાત્રા,અનિલ મિયાત્રા અને અજિત મિયાત્રાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.રામભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,150 ફુટ રીંગ રોડ ઇંદીરા સર્કલ પાસે ઓફીસ ધરાવી અને જમીન/મકાન લે-વેચ નું કામ કરું છું.
આજથી આશરે પંદર વર્ષ પહેલા મે પ્રદીપ ઉર્ફે પદો ભાણો ડાંગર પાસેથી 12 લાખ રૂૂપિયા લીધેલ હતા જેમાથી મે આ પ્રદિપ 7,00,000/- કટકે કટકે ચુકવી આપેલ છે અને મારે આ પ્રદિપને બાકી નીકળતા રૂૂપીયા દેવા બાબતે આ પ્રદિપને મારા ફોન પર અવાર નવાર ફોન આવે છે જેથી તા.25/06ના સાંજના આ પ્રદિપનો મને ફોન આવેલ અને રૂૂપીયા બાબતે વાતચીત કરેલ અને મને કહેલ કે,તું આજે મને મળવા આવા જેથી મે પ્રદીપ ડાંગર ને કહેલ કે આપણે કાલે મળીશું.બાદમાં હું સાંજના સાતેક વાગ્યા ની આસપાસ મારુ એકટીવા લઈને મારા ઘરેથી મારી ઓફીસ કે જે 150 ફુટ રીંગ રોડ ઇંદીરા સર્કલ પાસે વેકંટેશ ઓગષ્ટમાં 502 નંબરની ઓફીસ ખાતે જવા માટે નીકળેલ હતો અને હું દોશી હોસ્પીટલ ચોક ડીલેક્સ પાન પાસે પહોંચતા ત્યાં પ્રદિપ ડાંગર તથા નિર્મલ મિયાત્રા તથા અનિત મીયાત્રા તથા અજીત મીયાત્રા બેસેલ હતા.
જેથી મને આ પ્રદીપ ડાંગર જોઇ જતા મને બોલાવી કહેલ કે તું અહીં આવ જેથી હું આ પ્રદીપ ડાંગર પાસે ગયેલ અને મે આ પ્રદીપ ડાંગર ને કહેલ કે, આપણે કાલે મળીશું જેથી આ પ્રદીપ ઉશ્કેરાઈ ગયેલ અને મને ગાળો આપવા લાગેલ અને તેની પાસે રહેલ પાઇપ જેવું મને મારવા લાગ્યો હતો તથા તેની સાથે રહેલ નિર્મળ મિયાત્રા પાસે રહેલ લાકડાના ધોક્કા વડે મને મારવા લાગ્યો હતો અને આ પ્રદીપ ડાંગર સાથે આવેલા અનીલ મીયાત્રા તથા અજીત મિયાત્રા મને ઢીકાપાટુ નો માર મારવા લાગ્યા હતા.જેથી માથામાં ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.