For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર અને જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી

12:51 PM May 07, 2024 IST | Bhumika
શહેર અને જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી
Advertisement

જામનગર જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાન કરવાનો સમય શરૂૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જામનગરમાં સવારથી જ મતદાન મથકો ખાતે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા હતા અને પ્રથમ બે કલાકમાં 8.55% મતદાન થયુ હતું. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી અને હક છે. ત્યારે સવારથી જ મહિલાઓ , યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા હતા. 12-જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1881 મતદાન મથકો આવેલા છે. જેમાંથી જામનગર જિલ્લાના-5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-1247 મતદાન મથકો છે. જે તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા થઈ હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement