For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાઠગ સુકેશના લેટર-મેસેજથી કંટાળી જેકલીન કોર્ટના દ્વારે પહોંચી

01:02 PM Dec 21, 2023 IST | Sejal barot
મહાઠગ સુકેશના લેટર મેસેજથી કંટાળી જેકલીન કોર્ટના દ્વારે પહોંચી

બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલાં એક્ટ્રેસ 200 કરોડ રૂૂપિયાનાં મની લોન્ડેરિંગ કેસમાં હાઈકોર્ટ પહોંચી હતી. આ વચ્ચે હવે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનાં આપત્તિજનક લેટર અને મેસેજથી કંટાળીને જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. પોતાની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં રાહતની માંગ કરી છે.
બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસે જણાવ્યું કે તેને લઈને મીડિયાને મોકલવામાં આવેલા લેટરમાં જે પ્રકારનાં શબ્દોનો સુકેશ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે તે ન માત્ર તેની ઈમેજને નુક્સાન પહોંચાડે છે પણ તેની સુરક્ષાને પણ ખતરામાં મુકે છે. એક્ટ્રેસે પોલીસ અને જેલ ઓથોરિટીને ફરિયાદ કરી હતી પણ તેના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. એક્ટ્રેસે કોર્ટને માંગ કરી છે કે તે જેલ ઓથોરિટી અને પોલીસને આદેશ આપે કે સુકેશ ચંદ્રશેખર આગળ કોઈપણ પ્રકારનાં લેટર, મેસેજ અને નિવેદન જાહેર ન કરે/તેને રોકવામાં આવે. બોલીવુડ એક્ટ્રેસ જેકલીને સુકેશ ચંદ્રશેખર દ્વારા મોકલવામાં આવેલ લેટર અને મેસેજની સામે આપત્તિ દર્શાવી છે. તેનું માનવું છે કે તેની ઈમેજને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ બધા પર રોક લગાડવામાં આવે. દિલ્હી પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે જે રીતે સુકેશ ચંદ્રશેખરની તરફથી એક્ટ્રેસને હેરાન કરવામાં આવી રહ્યું છે એ ચિંતાનો વિષય છે. તેનાથી ટ્રાયલ પર ખરાબ અસર પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement