For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકપ્રિય ટીવી-શો દિયા ઓર બાતીની નવી સિઝન આવશે

12:43 PM Dec 29, 2023 IST | Bhumika
લોકપ્રિય ટીવી શો દિયા ઓર બાતીની નવી સિઝન આવશે

ટેલિવિઝનની દુનિયામાં દરરોજ એક નવો શો શરૂૂ થાય છે અને એક પુરો થાય છે. જો કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી સિરિયલો છે જે વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આમાંથી એક શો દિયા ઔર બાતી હમ હતો, જે 12 વર્ષ પહેલા ટેલિકાસ્ટ થયો હતો. દીપિકા સિંહ અને અભિનેતા અનસ રશિદ આ શોમાં લીડ સ્ટાર તરીકે જોવા મળ્યા હતા. હવે આ શોને લઈને એક અપડેટ આવ્યું છે.
દિયા ઔર બાતી હમની શરૂૂઆત 2011માં થઈ હતી અને 2016 સુધી આ સીરિયલે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું હતું. આ શોમાં સૂરજ અને સંધ્યાની વાર્તા બતાવવામાં આવી હતી. હવે સમાચાર આવ્યા છે કે દિયા ઔર બાતી મથની બીજી સીઝન શરૂૂ થઈ રહી છે. જો કે નવી સિઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. સાથે જ આ વખતે તેના લીડ સ્ટાર્સ કાસ્ટને પણ બદલવામાં આવશે.
જો રિપોર્ટ્સનું માનીએ તો દિયા ઔર બાતી હ2માં નવનીત મલિક અને આશિષ દીક્ષિત જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે. જો કે હાલમાં આ સમાચારની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જો આ શો નવા અંદાજમાં પ્રસારિત થાય છે, તો એવી આશા રાખવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement