For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહરૂખ ખાનની ડંકીનું પ્રથમ દિવસે કલેક્શન 30 કરોડનું

12:33 PM Dec 23, 2023 IST | Sejal barot
શાહરૂખ ખાનની ડંકીનું પ્રથમ દિવસે કલેક્શન 30 કરોડનું

વર્ષ 2023 શાહરૂૂખ ખાન માટે અત્યાર સુધીનું સૌથી ખાસ વર્ષ રહ્યું છે. તેમની ફિલ્મ જવાન, પઠાનને દુનિયાભરમાં તહેલકો મચાવ્યો છે. હવે એક્ટરની ફિલ્મ ડંકી પણ એક વખત ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવી રહી છે. ફિલ્મના રિવ્યૂ પણ સામે આવી રહ્યા છે. ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કમાણી કરી છે. શાહરૂૂખ ખાનની ફિલ્મ ડંકીના રિલીઝથી ફિલ્મ એનિમલના બિઝનેસ પર અસર પડ્યો છે. 20 દિવસ સુધી એનિમલે બોક્સ ઓફિસ પર વીકેન્ડ પર તો ડબલ ડિજિટમાં કમાણી કરી પરંતુ વર્કિંગ ડેઝપર પણ આ ફિલ્મે પકડ બનાવી રાખી અને દરરોજ 4-5 કરોડનો બિઝનેસ કર્યો. ડંકીના કારણે એનિમલના ગુરૂૂવારના કલેક્શનમાં ઘટાડો થયો છે. શાહરૂૂખ ખાન સ્ટારર ડંકી થિએટર્સમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મના રિલીઝના પહેલા જ દર્શકોમાં ખૂબ જ ક્રેઝ હતો અને ફિલ્મને એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. ડંકીએ પહેલા દિવસે 30 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કમાણીનો પહેલા દિવસનો આ આંકડો શાહરૂૂખ ખાનની છેલ્લી ફિલ્મ પઠાણ અને જવાનથી ઓછો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement