For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિલ્મ ’બ્લુ 52’માં જોવા મળશે નેહા ઘુપિયા

01:04 PM Dec 21, 2023 IST | Sejal barot
ફિલ્મ ’બ્લુ 52’માં જોવા મળશે નેહા ઘુપિયા

નેહા ધુપિયા હવે ઇન્ટરનેશનલ ફિલ્મ ‘બ્લુ 52’માં જોવા મળવાની છે. આ ફિલ્મ એક એવી વ્યક્તિની છે જેને આઇલેન્ડ પર તેના પિતા દ્વારા આઇસોલેટ કરી દેવામાં આવ્યો હોય છે. તેના પિતાએ તેના દીકરાને ખોઈ દીધો હોય છે અને અન્ય દીકરાને પણ ખોવાના ડરથી તે તેને તેની મમ્મી સાથે કોચીના બેકવોટર્સના આઇલેન્ડ પર આઇસોલેટ કરી દે છે. તે 22 વર્ષનો થઈ ગયો હોવા છતાં એક નાનકડા બાળક જેવો હોય છે.
તેની મમ્મી દ્વારા મળેલી શીખ અને તેને દુનિયા વિશે જે થોડુંઘણું જ્ઞાન હોય છે એના આધારે તે લાઇફ વિશે જાણવા માગે છે. તેને 2022માં કતારમાં યોજાયેલા વર્લ્ડ કપમાં તેના આઇડલ લિયોનેલ મેસીને મળવાની તક મળે છે. તે તેને મળવા માગે છે અને એ પ્રયાસમાં તે પોતાની જાતને શોધે છે. આ ફિલ્મ વિશે વાત કરતાં નેહાએ કહ્યું કે ‘મારા માટે ‘બ્લુ 52’માં કામ કરવાની જર્ની ખૂબ જ મેજિકલ હતી. આ ઇન્ટરનેશનલ ફિલ્મમાં અન્ય કલ્ચરને જોવાનો અને એ પાત્ર સાથે કનેક્ટ કરવાનો અનુભવ ચેલેન્જિંગ હતો. મારા માટે આ એક્સ્પીરિયન્સ ખૂબ જ મહત્ત્વનો હતો અને મારી લાઇફ પર એની ખૂબ જ અસર રહેશે. મને ખુશી છે કે મારા પહેલા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે મને આ ફિલ્મ ઑફર કરવામાં આવી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement