For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારક મહેતામાં હવે મિસિસ બનશે મોનાઝ મેવાવાલા

02:02 PM Dec 08, 2023 IST | Sejal barot
તારક મહેતામાં હવે મિસિસ બનશે મોનાઝ મેવાવાલા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ભારતીય ટેલિવિઝનના સૌથી પ્રિય શોમાંથી એક છે. જેમાં હવે મોનાઝ મેવાવાલાને મિસિસ રોશનનું પાત્ર ભજવતી જોવા મળશે. TMKOC દરેક ઘરનો મનપસંદ શો રહ્યો છે, જે તેની આકર્ષક સ્ટોરી કહેવાની અને પ્રિય પાત્રો વડે પ્રેક્ષકોના દિલો પર રાઝ કરે છે. આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, મોનાઝ મેવાવાલાની પ્રતિભા અને અભિનય પ્રત્યેનો જુસ્સો નિ:શંકપણે પાત્ર અને શોમાં એક નવી ઉર્જા ઉમેરશે. અમે TMKOC પરિવારમાં તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.
મોનાઝ મેવાવાલાએ શેર કર્યું હતું કે, હું TMKOC પરિવારનો ભાગ બનવા માટે રોમાંચિત અને ગર્વ અનુભવું છું. મને આ ભૂમિકા ગમે છે અને આ તક માટે આસિત મોદીનો આભારી છું. હું મારી બધી શક્તિ અને હૃદય આ પાત્રમાં લગાવીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement