દાદાસાહેબ ફાળકે એવોર્ડ: કિંગ ખાન બેસ્ટ એક્ટર, નયનથારા બેસ્ટ એક્ટ્રેસ
- ‘જવાન’ બેસ્ટ ફિલ્મ જાહેર, બોબી દેઓલને ‘એનિમલ’ માટે બેસ્ટ નેગેટિવ રોલનો એવોર્ડ
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભોમાંનો એક છે. બધા કલાકારો એ દિવસની આતુરતાથી રાહ જુએ છે જ્યારે તેમને આ એવોર્ડના રૂૂપમાં તેમની મહેનતનું ફળ મળે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2024નું આયોજન ગઇકાલે એટલે કે 20મી ફેબ્રુઆરીની રાત્રે મુંબઇમાં કરવામાં આવ્યું હતું.
સુપરસ્ટાર શાહરૂૂખ ખાને તેની ફિલ્મ પજવાનથ માટે શ્રેષ્ઠ અભિનેતાનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીત્યો હતો, તો દક્ષિણ અભિનેત્રી નયનતારાને પણ જવાન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ચાલો તમને વિજેતાઓની સંપૂર્ણ યાદી જણાવીએ શાહરૂૂખ ખાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
શાહરૂૂખ ખાન, બોબી દેઓલ, નયનથારા, કરીના કપૂર ખાન, સુનીલ ગ્રોવર, આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, શાહિદ કપૂર, વિક્રાંત મેસી, એટલા, રાની મુખર્જી અને બીજી ઘણી હસ્તીઓ ગઈ કાલે રાત્રે દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ્સમાં જોવા મળી હતી. ડાયરેક્ટર એટલા તેમની પત્ની પ્રિયા સાથે પહોંચ્યા હતા. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ ખાતે યોજાયા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 શાહરૂૂખ ખાન માટે શાનદાર સાબિત થયું હતું. કિંગ ખાનની ફિલ્મ પપઠાણથએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે કમાણીનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે આ ફિલ્મ બાદ શાહરૂૂખ ખાનની બીજી ફિલ્મ પજવાનથ પણ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. પજવાનથએ ભારતમાં 604 કરોડ રૂૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 900 કરોડને વટાવી ગયું છે.