For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરબાઝ ખાન અને શુરા ખાનના નિકાહની ઇનસાઇડ તસવીરો આવી સામે, પિતા સાથે દીકરા અરહાને આપ્યા પોઝ, જુઓ PHOTOS

10:56 AM Dec 25, 2023 IST | Bhumika
અરબાઝ ખાન અને શુરા ખાનના નિકાહની ઇનસાઇડ તસવીરો આવી સામે  પિતા સાથે દીકરા અરહાને આપ્યા પોઝ  જુઓ photos

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન આખરે 24 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. મુંબઈમાં સલમાન અને અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્નની કરવામાં આવ્યા હતાં. આ લગ્નમાં અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પણ હાજર રહ્યો હતો. અરબાઝ ખાન અને શૌરા ખાનના લગ્નની તસવીર આખરે સોશિયલ મીડિયા પર સામે આવી છે. હવે એક પરિણીત કપલ ​​તરીકે અરબાઝ અને શૌરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Advertisement

અરબાઝ ખાન-શૌરા ખાનના લગ્નની પહેલી તસવીર સામે આવી છે

Advertisement

અરબાઝ ખાન અને શૌરા ખાનની પરિણીત યુગલ તરીકેની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પરની તસવીરમાં, અરબાઝ ફ્લોરલ સૂટ અને સફેદ પેન્ટ પહેરેલો જોઈ શકાય છે, જ્યારે શૌરા આછા ગુલાબી રંગના ફ્લોરલ લહેંગામાં જોવા મળે છે. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા અને હેવી જ્વેલરી સાથે લુક કમ્પ્લીટ કર્યો. અરબાઝ ખાન અને શૌરા ખાને મુંબઈમાં અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા. તસવીરમાં અરબાઝ અને શૌરા અરબાઝના પુત્ર અરહાન ખાન સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

અરબાઝ ખાન-શૌરા ખાનની પહેલી મુલાકાત

અરબાઝ ખાને લગ્ન પછી પત્ની શૌર ખાન સાથેનો પહેલો રોમેન્ટિક ફોટો શેર કર્યો અને લખ્યું, 'અમારા પ્રિયજનોની હાજરીમાં, મારી પત્ની અને મેં જીવનની નવી શરૂઆત કરી છે! અમારા ખાસ દિવસે તમારા બધા આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે! તમને જણાવી દઈએ કે અરબાઝ અને શૌરા ખાનની પહેલી મુલાકાત ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી.

અરબાઝ-શૌરાના લગ્નમાં સ્ટાર્સે હાજરી આપી હતી

ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ અર્પિતા ખાનના ઘરે વર-કન્યાને તેમની નવી શરૂઆત માટે શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. અરબાઝના ભાઈ સલમાન ખાન અને સોહેલ ખાન પણ હાજર રહ્યા હતા. લગ્નમાં અરબાઝનો પુત્ર અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. તેમની સાથે રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, રવિના ટંડન, ફરાહ ખાન, સાજિદ ખાન અને કેટલાક અન્ય સહિત બોલિવૂડ સ્ટાર્સ પણ 24 ડિસેમ્બરે અરબાઝ-શૌરાના લગ્નમાં જોવા મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement