For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CID ફેમ એકટર દિનેશ ફડનીસનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

11:09 AM Dec 05, 2023 IST | Bhumika
cid ફેમ એકટર દિનેશ ફડનીસનું નિધન  મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત શો CIDમાં ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. દિનેશને છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમની તબિયત નાજુક હોવાનું જણાવાયું હતું. પરંતુ આજે (5 ડિસેમ્બર) તેમનું અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના તમામ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.

Advertisement

દિનેશ જીવનની લડાઈ હારી ગયો

દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં જીવન-મરણ વચ્ચે લડી રહ્યા હતા. પરંતુ આજે મુંબઈની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. દિનેશના મૃત્યુની પુષ્ટિ તેના નજીકના મિત્ર અને સીઆઈડી શોના સહ કલાકાર દયાનંદ શેટ્ટીએ કરી છે. દયાનંદ શેટ્ટી દિનેશની ખૂબ નજીક હતા. તે પણ અભિનેતાના નિધનથી ઊંડો આઘાતમાં છે.

Advertisement

અંતિમ સંસ્કાર ક્યાં થશે?

દિનેશ ફડનીસના અંતિમ સંસ્કારની માહિતી પણ સામે આવી છે. દિનેશના અંતિમ સંસ્કાર દોલતનગર સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement