રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘બેબી આપણે જલદી મળીશું’ મહાઠગ સુકેશનો જેકલીન તરફનો પ્રેમ છલકાયો

12:59 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રેશખરે ફરી એકવાર થેંક્સગિવિંગ અને ક્રિસમસના અવસર પર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પ્રેમ પત્ર લખ્યો છે. તેના પત્રમાં તેણે એક વાઈનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, તે આ મહિનાની શરૂૂઆતથી જ જેકલીન સાથેના જૂના દિવસોને યાદ કરી રહ્યો છે. સુકેશે જેકલીનને સાતમો DIAFA એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ પ્રેમપત્રમાં સુકેશે લખ્યું છે, બેબી, હું જાણું છું કે થેંક્સગિવિંગનો મહિનો તારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. મેં દિલ્હીમાં એક NGO શરૂૂ કર્યું છે, જે WHO દ્વારા માન્ય છે. તેના દ્વારા દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જરૂૂરિયાતમંદોને શિયાળાના કપડાં અને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. મેં દાન આપ્યું છે અને NGOએ પણ વિતરણ શરૂૂ કરી દીધું છે.
સુકેશે આગળ લખ્યું છે કે, વિતરણનું આ બધુ કામ સંપૂર્ણપણે તમારા માટે અને તારા તરફથી કરવામાં આવી રહ્યું છે. કારણ કે હું જાણું છું કે બીજાને ખુશ જોઈને તને ઘણી ખુશી મળે છે. આ તને મારી થેંક્સગિવીંગ ભેટ છે, મારી બેબી.આ દરમિયાન સુકેશે જેકલીનની એક તસવીરનો ઉલ્લેખ કર્યો, જેમાં તે લહેંગામાં જોવા મળી રહી છે. તેણે કહ્યું કે તે આ લહેંગામાં લુકિંગ લાઈક અ વાઉ જેવી દેખાઈ રહી હતી.

Advertisement

Tags :
'Baby we will meet soon' Mahathug Sukesh's loveforJacquelineoverspills
Advertisement
Next Article
Advertisement