For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોક્સ ઓફિસ કલેકશનમાં એનિમલ કેનેડામાં નંબર વન

12:39 PM Dec 27, 2023 IST | Sejal barot
બોક્સ ઓફિસ કલેકશનમાં એનિમલ કેનેડામાં નંબર વન

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ઍનિમલ કેનેડામાં કલેક્શનની દૃષ્ટિએ પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મે 862.2 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ છે, તો નોર્થ અમેરિકામાં આ ફિલ્મ ચોથા નંબરે છે. વાત કરીએ અન્ય ત્રણ ફિલ્મોનાં કલેક્શનની, તો બાહુબલીએ નોર્થ અમેરિકામાં બાવીસ મિલ્યન ડોલરનો બિઝનેસ કર્યો હતો.
શાહરુખ ખાનની પઠાનએ 17.48 મિલ્યન ડોલર અને જવાનએ 15.25 મિલ્યન ડોલરનો બિઝનેસ કર્યો હતો. હવે ઍનિમલ 15 મિલ્યન ડોલરના બિઝનેસ સુધી પહોંચી જશે. એટલે ભારતીય ફિલ્મોની શ્રેણીમાં એ ફિલ્મ ચોથા નંબરે પહોંચી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement