રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આર્યા-3, ભક્ષક, ખીચડી-2 સહિતની વેબસિરીઝની મોજ ઓટીટી પર માણો

01:32 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

ઓટીટી પર ફેબ્રુઆરી મહિનામાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો ધમાલ મચાવશે. આ મહિનામાં તમને ઘર બેઠા સસ્પેન્સ, થ્રીલર, રોમાન્સ અને એક્શનનો ડોઝ મળશે. સાથે જ ફેબ્રુઆરી મહિનો ઘણી એડવેન્ચર્સ ફિલ્મોથી પણ ભરપૂર રહેવાનો છે. સૌથી ખાસ વાત એ છે કે આ બધી જ ફિલ્મો અને વેબ સિરીઝ ઓટીટી પર રિલીઝ થશે

Advertisement

આર્યા 3 સુસ્મિતા સેનની સુપરહિટ વેબ સીરીઝ આર્યાની ત્રીજી સીઝન 9 ફેબ્રુઆરીથી ઓનલાઇન સ્ટ્રીમ થશે. આર્યા 3 વેબસિરીઝ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જોવા મળશે.લંતરાની જીતેન્દ્રકુમાર વધુ એક ફિલ્મ લંતરાની લઈને આવી રહ્યા છે. જેમાં તે જોની લીવર સાથે સ્ક્રીન શેર કરશે. લંતરાની શબ્દનો અર્થ થાય છે મોટી મોટી ફેકનાર. આ ફિલ્મ ઝી 5 પર 9 ફેબ્રુઆરી રિલીઝ થશે.

ખીચડી 2 કોમેડી ફિલ્મો જોવાનો શોખ છે તો ઝી5 પર 9 ફેબ્રુઆરીએ ખીચડી 2 ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. આ ફિલ્મ તમને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.ભૂમિ પેડનેકરની ફિલ્મ ભક્ષક ઓનલાઈન પ્લેટફોર્મ નેટફિક્સ પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર ઉપરાંત આદિત્ય શ્રીવાસ્તવ અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં હશે જ્યારે આઈએનએક્સ મીડિયાની પૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખર્જીનો કેસ પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે જે 23 ફેબ્રુઆરીએ નેટફિક્સ પર રિલીઝ થશે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia newswebseries
Advertisement
Next Article
Advertisement