For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈંગ્લેન્ડના યુવા ક્રિકેટર જોસ બેકરનું નિધન

12:59 PM May 03, 2024 IST | Bhumika
ઈંગ્લેન્ડના યુવા ક્રિકેટર જોસ બેકરનું નિધન
Advertisement

ઇંગ્લેન્ડના યુવા ક્રિકેટર જોસ બેકરનું અવસાન થયું છે. એક દિવસ પહેલા મેદાન પર વિકેટ લેનાર ક્રિકેટર 20 વર્ષીય જોસ બેકરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જોસ બેકર વર્સેસ્ટરશાયર ટીમ માટે રમ્યો હતો. તે સ્પિન બોલર હતો. આ ડાબોડી સ્પિનરે વર્ષ 2021માં માત્ર 17 વર્ષની ઉંમરે તેનો પ્રથમ કરાર કર્યો હતો.

જોસ બેકરે તેના ટૂંકા કરિયારમાં 22 ફર્સ્ટ ક્લાસ મેચ અને 25 સફેદ બોલની મેચ રમી હતી તે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનો પણ ભાગ લીધો હતો. જોસ બેકરે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 43 વિકેટ લીધી હતી. અને 411 રન પણ બનાવ્યા હતાં જેમાં 2 અડધી સદી સામેલ હતી. આ સાથે જ તેણે લિસ્ટ એ ક્રિકેટમાં 24 વિકેટ ઝડપી હતી તે 8 ટી-20 મેચમાં 3 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement