For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડની જીત સાથે યુરો કપ અભિયાનની શરૂઆત

12:25 PM Jun 18, 2024 IST | admin
ઇંગ્લેન્ડની જીત સાથે યુરો કપ અભિયાનની શરૂઆત

સમર્થકો વચ્ચે સ્ટેડિયમની અંદર-બહાર મારામારી

Advertisement

ઇંગ્લેન્ડે તેના યૂરો કપ-2024 અભિયાનની શરૂૂઆત સર્બિયા વિરૂૂદ્ધ 1-0 ગોલની જીત સાથે કરી છે. જેનો શ્રેય જૂડ બેલિંગહેમને મળે છે. તેણે મેચની 13મી મિનિટે જ હેડરથી ગોલ કરીને ઇંગ્લેન્ડને 1-0ની સરસાઇ અપાવી હતી. જે અંત સુધી કાયમ રહી હતી. આ મેચ પછી ઇંગ્લેન્ડ અને સર્બિયાના સમર્થકો વચ્ચે સ્ટેડિયમની અંદર અને બહાર છૂટહાથની મારામારી થઇ હતી . તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે બળનો ઉપયોગ કરવો પડયો હતો.

આ પહેલા મેચમાં નેધરલેન્ડસ ટીમનો પોલેન્ડ સામે 2-1 થી રોમાંચક વિજય થયો હતો. ઇજાગ્રસ્ત સ્ટાર ખેલાડી રોબર્ટો લેવાનદોસ્કી વિના ઉતરેલી પોલેન્ડ ટીમે તેના સ્થાને 6 ફૂટ 3 ઇંચ ઊંચા ખેલાડી એડમ બુકસાને ઉતાર્યો હતો. તેણે 16 મી મિનિટે હેડરથી ગોલ કરી પોલેન્ડને સરસાઇ અપાવી હતી. આ પછી ડચ ટીમ તરફથી કોડી ગાકપોએ 29 મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો . મેચની 83 મી મિનિટે નેધરલેન્ડસ તરફથી નિર્ણાયક ગોલ થયો હતો અને પોલેન્ડ સામે 2-1 થી જીત મેળવી હતી. નેધરલેન્ડસ ટીમને 36 વર્ષથી યૂરો કપ ટ્રોફીનો ઇંતઝાર છે . આ ટીમ પહેલી અને એકમાત્ર 1988 માં ટ્રોફી જીતી હતી. તે હવે 22 મીએ મજબૂત ફ્રાંસ સામે ટકરાશે. ડેનમાર્ક અને સ્લોવેનિયા વચ્ચેની મેચ 1-1 ગોલથી ડ્રો રહી હતી. ગ્રુપ સીના આ મેચમાં ડેનમાર્ક તરફથી ક્રિશ્ચિયન એરિકસને 17 મી મિનિટે અને સ્લોવેનિયા તરફથી 77 મી મિનિટે એરિક જાનજાએ ગોલ કર્યાં હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement