For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપર-8માં પહોંચવા માટે ઇંગ્લેન્ડે કાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું અનિવાર્ય

12:17 PM Jun 07, 2024 IST | Bhumika
સુપર 8માં પહોંચવા માટે ઇંગ્લેન્ડે કાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું અનિવાર્ય
Advertisement

વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં મોટાભાગની ટીમોએ ઓછામાં ઓછી એક-એક મેચ રમી ચૂકી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ગૃપ બીમાં સુપર-8માં જવાનું સમીકરણ બગડતું જોવા મળી રહ્યું છે. ગૃપ બીમાં નામીબિયા અત્યારે 2 પોઈન્ટ સાથે ટોપ પર છે તો બીજીબાજુ મેચ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડને એક-એક પોઈન્ટ મળ્યા છે.
ઈંગ્લેન્ડની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે, જેમાં જો તે હારી જશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે સુપર-8માં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.

2022 ટી20 વર્લ્ડકપની વિજેતા ટીમ પાસે હજુ એક પોઈન્ટ છે અને તેણે 8 જૂને ઓસ્ટ્રેલિયા સામે તેની આગામી મેચ રમવાની છે. જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળની આ મેચમાં જો ઇંગ્લિશ ટીમ હારે છે, તો તેના 2 મેચમાં માત્ર એક જ પોઇન્ટ રહેશે. તે પછી, જો ઇંગ્લેન્ડ બાકીની 2 મેચ જીતે છે તો તેના કુલ 5 પોઈન્ટ થઈ જશે. નામીબિયાની ટીમે પ્રથમ મેચમાં જ બતાવી દીધું હતું કે તેના ખેલાડીઓ હાર સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. આ સાથે જ સ્કોટલેન્ડની બેટિંગે પણ ઈંગ્લેન્ડ સામે ધાર બતાવી હતી. તેથી, જો નામિબિયા અને સ્કોટલેન્ડની કોઈપણ ટીમ ગ્રુપ સ્ટેજની મેચોના અંત સુધીમાં વધુ 2 મેચ જીતવામાં સફળ થાય છે, તો ઈંગ્લેન્ડ માટે ખતરાની ઘંટડી વાગી જશે. ઓસ્ટ્રેલિયા અત્યારે સુપર-8માં જવા માટે આ ગ્રુપમાં સૌથી મોટી દાવેદાર છે, પરંતુ સ્કોટલેન્ડ સામેની મેચ રદ્દ થવાના કારણે ઈંગ્લિશ ટીમ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ પહેલેથી જ મૂંઝવણમાં ફસાયેલું છે અને જો તે સુપર-8માં જવાની પોતાની આશા જીવંત રાખવા માંગે છે તો તેણે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવવું પડશે.

Advertisement

ટી-20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી ત્યારથી વધુ સમય નથી ગયો. ગત વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ માટે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂૂરી હતું કારણ કે અગાઉની મેચમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડને 5 રને હરાવ્યું હતું. ગત વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની સ્થિતિ એવી હતી કે તે 3 મેચમાં માત્ર 3 પોઈન્ટ જ બનાવી શક્યું હતું. તેમ છતાં, જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમે ગૃપ સ્ટેજની આગામી બે મેચો જીતીને નોકઆઉટ તબક્કામાં જગ્યા બનાવી અને ફાઇનલમાં પહોંચી. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement