For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવાની રેફરલ હોસ્પિટલની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય : શૌચાલય ગંદકીમાં ગરક

05:19 PM May 15, 2024 IST | Bhumika
કુવાડવાની રેફરલ હોસ્પિટલની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય   શૌચાલય ગંદકીમાં ગરક
Advertisement

શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં ટફેરલ હોસ્પિટલની આજુબાજુ સ્થપાયેલા ગંદકીના સામ્રાજ્યને તાકિદે હટાવવા માંગ થઈ છે. ગ્રામજનો કહે છે કે રેફરલ હોસ્પિટલની બાજુના પુરુષ અને સ્ત્રીના શૌચાલયમાં ગંદકીએ માઝા મુકી છે. અંદર પ્રવેશીએ તો હાલત લથડે તેટલી હદે ગંદકી જોવા મળી રહી છે. શૌચાલય દારૂડિયાઓનું આશ્રય સ્થાન બની ગયું હોય તેમ અહીં દેશી દારૂની કોથળીઓ જોવા મળે છે. સ્થાનિક લોકોએ રેફરલ હોસ્પિટલ અને શૌચાલયની ગંદકી દૂર કરવા અવાર નવાર માંગણી કરી છે. પણ સ્થાનિક તંત્રની ઉદાનસીનતા અહીં રોગચાળો જન્માવે તેવી ભીતી સેવાઈ રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement