For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારી નજીક રેલવે ટ્રેક પર સિંહ આવી ચડતા ટ્રેનને ઇમર્જન્સી બ્રેક

11:52 AM Jun 24, 2024 IST | admin
ધારી નજીક રેલવે ટ્રેક પર સિંહ આવી ચડતા ટ્રેનને ઇમર્જન્સી બ્રેક

અમરેલી જિલ્લામાં વધુ એકવાર રેલવે ટ્રેક પર સિંહ ચડી આવવાની ઘટના બની છે. જૂનાગઢ-અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ચલાલા-ધારી સેકશન વચ્ચે 2 સિંહ રેલવે ટ્રેક પર આવી ગયા હોય ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. ટ્રેનના ચાલક દ્વારા બંને સિંહને ટ્રેક પરથી દૂર ખસેડી ટ્રેનને આગળ લઈ જવામાં આવી હતી.
જૂનાગઢ-અમરેલી વચ્ચે મીટરગેજ પેસેન્જર ટ્રેન દોડી રહી છે. ટ્રેન નંબર 09540 જૂનાગઢ અમરેલી મીટરગેજ પેસેન્જર ટ્રેનના પાઇલોટ 2 સિંહો ટ્રેક ઓળંગતા જોઈ જતા તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી જીવ બચાવ્યો અને કંટ્રોલ રૂૂમને જાણ કરી એન્ટ્રી પાડવામાં આવી હતી. જોકે ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેલવે પાઇલોટની કામગીરી અંગે પ્રશંશા કરવામાં આવી હતી અને આવકારી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના પીપાવાવ નજીક થોડા દિવસ પહેલા પણ પીપાવાવ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર 10 સિંહનું એક ગ્રુપ આવી ગયું હતું. સમયે પણ માલગાડીના ચાલકે માલગાડી ઉભી રાખી સિંહને ટ્રેકપરથી દુર કર્યા હતા અને સંભવિત અક્સમાતને ટાળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement