For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈલોન મસ્કની મોટી કાર્યવાહી: ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ

10:46 AM Apr 16, 2024 IST | Bhumika
ઈલોન મસ્કની મોટી કાર્યવાહી  ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો  જાણો શું છે કારણ

ઈલોન મસ્ક(Elon Musk)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના રિપોર્ટમાં એક ચોંકાવનાર ખુલાસો થયો છે કે X પ્લેટફોર્મે ભારતમાં 2.13 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement

X પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024 વચ્ચે 2.13 લાખ એકાઉન્ટને બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સ પર આ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે તેઓ કંપનીની નીતિ વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક અશ્લીલતા ફેલાવતા હતા અને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર, X પ્લેટફોર્મે કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી છે. આ X એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રી સાથે સંકળાયેલા હતા. આ સિવાય ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા 1,235 X એકાઉન્ટ્સ મળી આવ્યા છે. કંપનીએ રિપોર્ટમાં કહ્યું કે X પ્લેટફોર્મ ચાઈલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટને નજરઅંદાજ કરતું નથી.

ખરેખર, ઇન્ટરનેટની દુનિયામાં ઘણા લોકો આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. આવી સ્થિતિમાં તેઓ જે ઈચ્છે તે કરે છે. X પ્લેટફોર્મ આવી પ્રવૃત્તિઓને અવગણશે નહીં અને આ એકાઉન્ટ્સને બંધ કરશે. આ પહેલીવાર નથી કે Xએ ખાતાઓ પર કાર્યવાહી કરી હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર મહિને તેનો અનુપાલન રિપોર્ટ જાહેર કરે છે. આ રિપોર્ટમાં યુઝર્સની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીએ પણ જણાવે છે કે કેટલા ખાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર X જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવા અહેવાલો જાહેર કરતા રહે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement