For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ પંથકમાંથી રૂા.20.15 લાખની વીજચોરી પકડાઇ: વીજચોરોમાં દોડધામ

11:53 AM Jan 02, 2024 IST | Sejal barot
ગોંડલ પંથકમાંથી રૂા 20 15 લાખની વીજચોરી પકડાઇ  વીજચોરોમાં દોડધામ

પીજીવીસીએલ એક વિસ્તૃત વીજ માળખું ધરાવતી વીજ વિતરણ કંપની છે. જે વીજ ગ્રાહકોને સતત અને નિર્વિક્ષેપિત વીજ પુરવઠો પહોચાડવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ વીજ ચોરીનું સામાજિક દુષણ સાતત્યપૂર્ણ વીજ વિતરણ માટે મોટું વિઘ્ન સાબિત થતું રહ્યું છે. જેને નિવારવા માટે વીજતંત્ર દ્વારા તબક્કાવાર અને આયોજનબદ્ધ વીજ ચેકિંગની કામગીરી 24ડ્ઢ7 ચાલુ રાખવામાં આવે છે. જેમાં તંત્રને બિરદાવવા લાયક સફળતા પણ હાથ લાગી છે.
આજરોજના મળતા પ્રાથમિક અહેવાલો મુજબ પીજીવીસીએલ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના હાર્દ સમા વિસ્તારોમાં નિગમિત કચેરીની વિવિધ ટીમો દ્વારા ગોંડલ પંથકના વિસ્તારોમાં આજરોજ સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઈજનેરોની કુલ 27 જેટલી વીજચેકિંગનીટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 462 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા.
જે પૈકી 70 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં એક અઠવાડિયામાં જ કુલ રૂૂ. 20.15 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. આમ, તંત્ર દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ વીજ ચોરો સામે કડક કાર્યવાહીના મંડાણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામેલ છે. હવે પકડાયેલ વિજચોરીઓના અંદાજીત દંડનીય આકારણીના બીલો ફટકારવામાં આવશે.આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ભુજ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં પણ માતબર રકમની વીજચોરીઓ પકડી પાડીને વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવેલ હતી. આમ, તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને વીજ લોસ ઘટાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં અ+ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાસલ કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement