For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ઈફેક્ટ: બમણો ભાવ ચૂકવવા છતાં વિલાયતી શરાબ મળતો નથી

11:35 AM Apr 29, 2024 IST | Bhumika
ચૂંટણી ઈફેક્ટ  બમણો ભાવ ચૂકવવા છતાં વિલાયતી શરાબ મળતો નથી
  • પ્યાસીઓની પ્યાસ બુઝાવવા ધંધાર્થીઓનો નવો નુસખો: નામ-નંબર વગરના ચપલાનું બેરોકટોક વેચાણ: એક હજારની બારસોમાં મળતી બોટલ બે હજાર દેતા પણ મળતી નથી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચૂંટણી જાહેર થતાંની સાથે જ ગુજરાતની તમામ બોર્ડરો ચૂંટણી પંચ દ્વારા સીલ કરી દેવામાં આવતા ગુજરાતમાં વિલાયતી દારૂની ભારે અછત જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા 1000થી લઈને 1200 રૂપિયામાં મળતી વિલાયતી દારૂની બોટલના 2000 ચુકવવા છતાં મળતી નથી. જેના કારણે પ્યાસીઓ પોતાની પ્યાસ બુઝાવવા હલકી કક્ષાના દારૂનો પણ સેવા કરવા લાગ્યા છે.

Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચ દ્વારા ગાંધીના ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી દીધી છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં બહારના રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઠલવાતો વિલાયતી શરાબની આવક બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં દારૂ પીનારા લોકો દિવસેને દિવસે વધી રહ્યા છે. જ્યારે છેલ્લા એક મહિનાથી વિલાયતી દારૂ મળવો મુશ્કેલ થઈ જતાં વિદેશી શરાબનો ભાવ બમણો થઈ ગયો છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 1000થી 1200માં મળતી વિદેશી દારૂની બોટલો હવે 2000 ચુકવવા છતાં મળતી નથી આમ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં બ્લેક માર્કેટીંગ થઈ રહ્યું છે જાણકારોના જણાવ્યા પ્રમાણે ગ્રીનલેબલ, નંબર-1 વિસ્કી, 1000 રૂપિયામાં મળતી હતી જે અત્યારે 1800થી 2000 ચુકવવા છતાં મળતી નથી, રોયલ ચેલન્જ 1200માં મળતી હતી તે હવે 2000થી 2200 ચુકવવા છતાં દારૂ મળતો નથી.

Advertisement

વિદેશી દારૂમાં વિસ્કી ઉપરાંત સ્કોચની બોટલોના ભાવ પણ બમણા થઈ ગયા છે. આમ છતાં દારૂની અછત જોવા મળી રહી છે જેના કારણે પ્યાસીઓ નામ નંબર વગરના દારૂનું સેવન કરી રહ્યા છે. સુત્રોમાંતી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં અમુક દારૂના ધંધાર્થીઓ દેશી દારૂમાં જુદા જુદા ફ્રુટની ફ્લેવર નાખી નામ નંબર વગરના દારૂના ચપલાઓનું ધુમ વેચાણ કરી રહ્યા છે.

જેનુ કોઈ નામ જ નથી તેવા વિદેશી દારૂના નામે વેચાતા ચપલાની કિંમત પણ કાળાબજારમાં 400થી 500 રૂપિયા બોલાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ રાજકોટના મોટા ગજાના બુટલેગરો હાલ ભુગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે નાના બુટલેગરો છાનાખુણે રોજ એકથી બે પેટી દારૂનું કટીંગ કરી પોતાનું દનૈયું કાઢી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement