For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પૂરી, ક્ષત્રિય સંકલન સમિતિનું કામ પૂરું : બાપુ

11:54 AM May 15, 2024 IST | Bhumika
ચૂંટણી પૂરી  ક્ષત્રિય સંકલન સમિતિનું કામ પૂરું   બાપુ
Advertisement

સમિતિ કાયમી છે, એમાં પાર્ટ-2,3 જેવું કંઈ હોતું નથી : શંકરસિંહ

ખોડલધામના દર્શને આવેલા વરિષ્ઠ નેતાએ નરેશ પટેલ સાથે ભોજન લીધું

Advertisement

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સહિતના ટ્રસ્ટીઓ દ્વારા શંકરસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. શંકરસિંહ વાઘેલા ગોંડલના સુલતાનપુર ખાતે ગોંડલિયા પરિવારના પ્રસંગમાં જઈ રહ્યાં હતા.

આ દરમિયાન તેમણે જેતપુર નજીક કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે જઈને માતાજીના દર્શન કર્યાં હતા. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક પણ યોજી હતી. આ તકે પત્રકાર સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સુલતાનપુર ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમમાં અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આમંત્રણ મળ્યું છે. જેથી અમે બન્ને સાથે જઈએ તે માટે હું અહીં આવ્યો છું. આ કોઈ રાજકીય પોગ્રામ નથી માત્ર ધાર્મિક કાર્યક્રમ છે. પી.ટી. જાડેજાની ઑડિયો ક્લિપ બાદ ક્ષત્રિય સંકલન સમિતિના ફાંટા પડવા અંગે શંકરસિંહે જણાવ્યું કે, સંકલન સમિતિ પરમેનેન્ટ છે. ફક્તા આ કામ માટે સંકલન સમિતિ નહતી. જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ, તે દિવસથી આ કામ પુર્ણ થાય છે. સંકલન સમિતિના મિત્રો મળવાના છે. એમાં પાર્ટ-2, પાર્ટ-3 જેવું કઈ નહોય.

IFFCOની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતા જયેશ રાદડિયા સામે હાર્યા તે અંગેના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, દરેકની ચડતી-પડતી આવે છે. દરેકનો એક ચોક્કસ સમય હોય. ભાજપનો ક્લાઈમેક્સ આવી ગયો છે, એટલે માતાજીના સાનિધ્યમાં આવી વાત કરવી સારી નહીં.
સંકલન સમિતિ વિશે પ્રશ્ન પૂછતાં શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ખોડલધામમાં મા ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિના મિત્રો મળવાના છે. આ સમિતિ પર્મનન્ટ સમિતિ છે. ફક્ત આ કામ માટે આ સમિતિ ન હતી. સંકલન સમિતિ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસથી આ કામ પૂર્ણ થાય છે, સાથે જ પાર્ટ- 2, પાર્ટ-3 એવું કંઈ ન હોય. કોઈના ઘરનું હોય, પણ સમિતિ તરફથી કંઈ નથી એવી મને માહિતી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement