For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ઇફેકટ: મોડી રાત્રે દેશી દારૂના અડ્ડા પર દરોડા, 19 મહિના સહિત 41 શખ્સો પકડાયા

05:04 PM Apr 26, 2024 IST | Bhumika
ચૂંટણી ઇફેકટ  મોડી રાત્રે દેશી દારૂના અડ્ડા પર દરોડા  19 મહિના સહિત 41 શખ્સો પકડાયા

રાજકોટ શહેરમાં અગાઉ અનેક વખત આંતરરાજ્યમાંથી દારૂૂના ટ્રક શહેરના અનેક બુટલેગરો દ્વારા મંગાવાય છે.ત્યારે હવે લોકસભા ચૂંટણી અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ ઉપર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવતા રાજસ્થાન, પંજાબ,હરિયાણાથી ગેરકાયદે ઘુસાડતા દારૂૂની સપ્લાય ઓછી થતા સ્થાનિક બુટલેગરોએ દેશી દારૂૂનો વેપલો શરૂૂ કર્યો હોવાનું માલુમ પડ્યું છે.ત્યારે રાજકોટ શહેર પોલીસને ચૂંટણી ટાણે જાણે ટાર્ગેટ આપી દીધો હોય તેમ રાત્રીના સમયે અલગ અલગ 41 સ્થળો પર દરોડા પાડી પોલીસ મથકમાં દારૂૂ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Advertisement

આ દરોડામાં 19 મહિલા પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું.વધુ વિગતો મુજબ, દેશી દારૂ સાથે પકડાયેલાઓમાં બેટી રામપરામાં રહેતા દક્ષાબેન દિપકભાઈ સાડમિયા, કુચીયાદળ પાસે રહેતા શારદાબેન વલ્લભભાઈ વાઘેલા, નવાગામના મુકેશ લીંબાભાઈ ખમાની, વાંકાનેરના પીપરડીના જેશાભાઈ બચુભાઈ વાઘેલા, ભગવતીપરા સ્વામીનારાયણવાળી શેરી.3માં રહેતા રોહિત મનસુખભાઈ સોલંકી, સદર બજાર માં હરીહર ચોક પાસેથી શબાના કાસમભાઈ બ્લોચ,રામનાથપરા ભવાનીનગરમાં રહેતા રાજેશ પોપટભાઈ ઓડ,મનોજ વસંત જાદવ,લક્ષ્મીનગરના કુલદીપ ભરત રાઠોડ,ગાંગેશ્વર રોડ પાંજરાપુર પાસેથી હસમુખ મગન નગેવાડિયા, વેલનાથપરાના જગદીશ દિનેશભાઈ માંડવિયા,નારાયણનગરમાં રહેતા ભીમા બાબુભાઈ સોલંકી,બાબરીયા કવાર્ટરમાંથી દિનેશ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહિલ,જંગલેશ્વરના અમજદ ઉર્ફે રાણો કરીમ સમા,સેરબાનું ગુલમહંમદ ભાઈ માણેક, ચિરાગ ઉર્ફે કાલી કનુભાઈ ગોહેલ, મનસુખ નાનજીભાઈ સોલંકી, ભરત ગોરધન સોલંકી, કાજલ વિકાસકુમાર ગૌતમિયા, અશોક કેશુ કોળી, જીતેન્દ્ર વેલજી ઉકેડીયા, ગીતાબેન નરેશભાઈ દેત્રોજીયા, લખીબેન દેવશીભાઈ ગઢવી, સંજય મગનભાઈ બોરીચા, બહાદુર નેપાળી, કંકુબેન કેશુભાઈ વાજેલિયા, ઘનશ્યામસિંહ રૂૂપસિંહ પરમાર, આરતીબેન ઉકાભાઈ સાડમિયા, જશુબેન દેવાભાઈ જખાણીયા, ભીખાભાઈ ઉર્ફે ભુવો જગુભાઈ વાઘેલા, મનિષાબેન રણજીતભાઈ મકવાણા, ચંદુ દાનાભાઈ જખાણીયા, અકીબેન જીગ્નેશભાઈ દલસાણીયા, રંજનબેન વિનુભાઈ સોલંકી, મનુબેન રાજુભાઈ સમેચા, મણીબેન દામાભાઈ વાજેલીયા, ધનીબેન ગોવિંદભાઈ વાજેલિયા, સુરેશ મનુ રાઠોડ, લાલા પુનાભાઈ મકવાણા, સુમિત્રાબા દિલીપસિંહ રાઠોડની સામે દેશી દારૂૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય બનાવમાં માલવિયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.પી.બગડા અને સ્ટાફે લક્ષ્મીનગર શેરી નંબર.1 માંથી વિદેશી દારૂૂની 46 બોટલ સાથે હિતેશ ભુપેન્દ્ર ચાવડા અને તેમના માતા ભાનુબેન ભુપેન્દ્રભાઈ ચાવડાને ઝડપી લીધા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement