For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રથમ વખત ચૂંટાયેલા નિમુબેનને લોટરી લાગી, પાટીલને પ્રમોશન

12:16 PM Jun 10, 2024 IST | Bhumika
પ્રથમ વખત ચૂંટાયેલા નિમુબેનને લોટરી લાગી  પાટીલને પ્રમોશન
Advertisement

કેન્દ્રીય કેબિનેટમાં અમિત શાહ, જે.પી. નડ્ડા અને ડો. મનસુખ માંડવિયા રિપીટ, એસ. જયશંકર રિપીટ

સાંસદ તરીકે હેટ્રિક મારનાર પૂનમબેન અને સાતમી વખત ચૂંટાયેલા મનસુખ વસાવા ગાડી ચૂક્યા

Advertisement

રાજકોટના કદાવર સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડી ગયું

દેશમાં ત્રીજી વખત મોદી સરકારની શપથવિધિ થઈ ગઈ છે તેમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરને રિપીટ કરાયા છે. જ્યારે રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તો લોકસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને મનસુખ માંડવિયા પણ ફરી કેબીનેટમંત્રી બન્યા છે. જ્યારે સૌના આશ્ર્ચર્ય વચ્ચે ભાવનગરમાં પ્રથમ વખત જ ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ કેબીનેટમાં દબદબાભેર પ્રવેશ થયો છે.

નવા કેન્દ્રીય કેબિનેટની રચનાથી ગુજરાતમાં રાજકીય સમિકરણો બદલાયા છે. સતત ત્રીજી વખત ચૂંટાયેલા જામનગરના પૂનમબેન માડમની એન્ટ્રી નિશ્ર્ચિત મનાતી હતી પરંતુ તેના સ્થાને નિમુબેન મેદાન મારી ગયા છે. જ્યારે સાતમી વખત ચૂંટાયેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ગાડી ચૂકી ગયા છે.જ્યારે એક સમયે કેન્દ્રીય કેબીનેટમાં દબદબો ધરાવતા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજનું આંદોલન નડી ગયાનું મનાય છે.

મોદી સરકાર 200માં ગુજરાતના સાત સાંસદો કેન્દ્રીયમંત્રી મંડળમાં હતા પરંતુ ગઠબંધનની મજબુરી સાથે સતારૂઢ થયેલી મોદી સરકાર 3-0માં છ પ્રધાનોએ શપથ લેતા ગુજરાતનું એક પ્રધનપદ ઘટ્યું છે.

અમિત શાહ
અમિત શાહ ફરી એકવાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ 2019માં દેશના ગૃહમંત્રી રહી ચુક્યા છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા હતા અને રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા હતા ત્યાર આવખતે તેના કરતો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 2019માં ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લીધા હતા. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો હતો. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

ડો.મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. જેઓ 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચુક્યા છે અને કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગનો પણ હવાલો સંભાળ્યો હતો તેમજ 2002માં પાલિતાણા બેઠકથી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં. 2002માં રાજ્ય સરકારમાં સૌથી યુવા ધારાસભ્ય હતા. તો 2012માં પહેલીવાર રાજ્યસભામાં ચૂંટાયા અને 2016માં કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. 2018માં ફરી રાજ્યસભામાં ચૂંટાયા અને અત્યારે પહેલીવાર લોકસભા લડીને જીત્યા છે.

સી.આર. પાટીલ
નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1989માં ભાજપમાં જોડાયા હતા. 1995થી 1997 ૠઈંઉઈના ચેરમેન રહ્યાં હતાં. તો 1998માં ૠઅઈક વડોદરાના ચેરમેન બન્યા હતાં. 2008માં સુરતમાં ભાજપમાં ખજાનચી બન્યા અને 2009માં લોકસભા સાંસદ બન્યા હતાં. 2010માં તેઓ ડિસ્ટ્રીક્ટ વિલેજ ડેવલેપમેન્ટ એજન્સી ચેરમેન રહ્યાં હતાં. તો 2014માં બીજી વખત સાંસદ બન્યા અને 2019માં ત્રીજી વખતે અને 2024માં આ વખતે તેઓ ચોથીવાર ચૂંટણી લોકસભાની જીત્યાં છે. સાથો સાથ તેઓ 2020થી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબાદી નિભાવી રહ્યાં છે. હવે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે

જે.પી. નડ્ડા
જે.પી.નડ્ડા વર્તમાનમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. સાથો સાથ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત પણ છે. 1991થી 1994 દરમિયાન ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ રહ્યાં તો 2014માં ભાજપના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ અને પ્રેમકુમાર ધુમલની સરકારમાં મંત્રી રહ્યાં હતાં. 2010માં ધુમલ સાથે મતભેદ થતાં રાજીનામું આપ્યું હતું. 2019માં ભાજપના ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે

એસ. જયશંકર
એસ.જયશંકર તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. 2019માં મોદી સરકારમાં વિદેશમંત્રી રહ્યાં તેમજ વિદેશનીતિને મજબૂત રીતે દુનિયા સમક્ષ રાખી છે. મહત્વના પ્રસંગે દેશનો પક્ષ દુનિયા સમક્ષ રાખ્યો છે. 2019માં ગુજરાતથી રાજ્યસભા સાંસદ બન્યા છે હવે ફરી એકવાર કેન્દ્રીય મંત્રીના શપથ લીધા છે.

નીમુબેન બાંભણિયા
58 વર્ષીય નીમુબેન બાંભણીયા ઇ.જભ, ઇ.ઊમ સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતાં. નિષ્ણાંતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું મૂળ કારણ હતો કોળી સમાજનો અગ્રણી મહિલા નેતા ચહેરો, સાથો સાથ બિન વિવાદિત છબી ધરાવે છે. તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement