For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાડા ગામે સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતાં આઠ પકડાયા

12:12 PM Jun 27, 2024 IST | admin
બાડા ગામે સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતાં આઠ પકડાયા

જામનગર તાલુકાના બાડા ગામમાંથી ઘોડી પાસા પડે હારજીતનો જુગાર રમી રહેલા 8 શખ્સો ની પંચકોષી એ. ડિવિઝન પોલીસે અટકાયત કરી લીધી છે, અને 2,28,200ની માલમતા કબ્જે કરી છે, ઉપરાંત બે શખ્સો બે શખ્સો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગરના પંચ કોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના બાડા ગામમાં જામનગર સહિતના આસપાસના વિસ્તારના કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પંચકોશી એ. ડિવિઝનની પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતોઝ જેથી ભારે નાશ ભાગ થઈ હતી.
પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા કિશોરભાઈ દયાળજીભાઇ મંગે રહે.58, દી.પ્લોટ,-જામનગર, નિલેશ ઉર્ફે જેરી વિજયભાઈ મકવાણા રહે. નવાગામ-ઘેડ, માસ્તર સોસાયટી,- જામનગર, દીલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજા રહે. બાડા ગામ, ભરતભાઈ વલ્લભભાઈ કનખરા રહે. 49-રોડ, ઇંદ મસ્જીદની બાજુમાં, જામનગર, ભરતભાઇ મથુરદાસ નંદા રહે કિશાન ચોક જામનગર, વિજયભાઇ ડાયાભાઈ મકવાણા રહે. નવાગામ ઘેડ, જામનગર, ઇકબાલ સુલેમાન શોરા રહે. નાગેશ્વર, જામનગર અને જયેશ સવજીભાઇ હરવરા રહે. 49-દી. પ્લોટ, જામનગરને ઝડપી લીધા છે જેઓ પાસેથી રકમ મોબાઈલ ફોન વગેરે સહિત 2,38,200 ની માલમતા કબજે કરી છે.
પોલીસે પાડેલા દરોડા દરમિયાન બે આરોપીઓ સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર તથા હીતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન ઝાલા રહે બન્ને નવાગામ ઘેડ, જામનગરવાળા ભાગી છુટ્યા હોવાથી બંનેને ને ફરારી જાહેર કરી તેઓની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement