For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલાયાની સરકારી શાળા પર વરસી પડતા શિક્ષણ પ્રેમીઓ: 13.75 લાખનું અનુદાન મળ્યું

11:25 AM Jun 15, 2024 IST | admin
સલાયાની સરકારી શાળા પર વરસી પડતા શિક્ષણ પ્રેમીઓ  13 75 લાખનું અનુદાન મળ્યું

શાળાના આચાર્ય જગમાલભાઇ ભેટારિયાની ટહેલને દાતાઓએ સ્વીકારી

Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામની સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યએ ફરજનિષ્ઠા સાથે પ્રેરણારૂૂપ પ્રવૃત્તિ કરી અને શિક્ષણ પ્રેમી સ્થાનિકોને ટહેલ નાખતા આ શાળા માટે રૂૂપિયા 13.75 લાખની કિંમતની ચીજ વસ્તુઓ સહિતનું નોંધપાત્ર અનુદાન સાંભળ્યું છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા માટે સ્થાનિકો દ્વારા જરૂૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાની પહેલથી સ્થાનિક અગ્રણી અજીતભાઈ કીરતસાતા, પરેશભાઈ કાનાણી, સચિનભાઈ જેઠવા, સુરેશભાઈ શાહ, જગદીશભાઈ ગોહિલ, અને એસ.જી. ચન્ને પ્રેરિત સલાયાની માધ્યમિક શાળાની ભવ્ય ઈમારતમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે જુદા જુદા આઠ દાતાઓ દ્વારા નોંધપાત્ર અનુદાન મળ્યું હતું.

Advertisement

જેમાં રૂૂપિયા 6 લાખના ખર્ચે કસ્તુરબેન મૂળજીભાઈ પારેખ ફાઉન્ડેશન (ભગવાનજીભાઈ પારેખ) દ્વારા દરેક વર્ગખંડમાં બેન્ચીસ અને તેમના દ્વારા જ રૂૂપિયા પાંચ લાખના ખર્ચે શિક્ષક અને સિનિટેશન માટેના વાર્ષિક પગાર ખર્ચ ઉપરાંત રૂૂપિયા એક લાખના ખર્ચ અને વોટર કુલર, રૂપિયા 15,000 ના ખર્ચે લેક્ચર સ્ટેન્ડનું અનુદાન મળ્યું છે.

આ ઉપરાંત સુલેમાન ઓસમાણ હાજી ભાયા દ્વારા રૂૂપિયા એક લાખના ખર્ચે સમગ્ર શાળામાં 12 સી.સી. ટી.વી. કેમેરા અને રૂૂ. 25,000ના ખર્ચે પંખા અને ટ્યુબ લાઈટ તેમજ રૂૂ. 35,000 ના ખર્ચે અલીભાઈ ગાયત્રી વાળા દ્વારા ઇન્વર્ટરનું અનુદાન મળ્યું છે.

આમ, સપ્તાહ દરમિયાન દાતાઓ દ્વારા શાળામાં સારી બ્રાન્ડની ચીજ વસ્તુઓ માટે તેમજ શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે હેતુથી રૂૂપિયા 13.75 લાખની ચીજો લોક ભાગીદારીથી આપવામાં આવી છે. આ એવા પ્રવૃત્તિ બદલ સલાયા માધ્યમિક શાળાના સ્ટાફ અને વાલીઓ વતી શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement