For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસાફરોને બેસાડી નાણાં સેરવતી ઇકો ગેંગ પકડાઇ, ત્રણ ગુનાની કબૂલાત

04:47 PM Jun 18, 2024 IST | admin
મુસાફરોને બેસાડી નાણાં સેરવતી ઇકો ગેંગ પકડાઇ  ત્રણ ગુનાની કબૂલાત

રાજકોટમાં ઇકો કારમાં મુસાફરને લિફટ આપી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગને માલવીયાનગર પોલીસે પકડી લીધી છે.પકડાયેલી ત્રિપુટીની પુછપરછમાં ત્રણ ગુનાની કબુલાત આપી છે.

Advertisement

લક્ષ્મીનગરમાં પીજીવીસીએલ કચેરીએ બીલ ભરીને ચાલીને જીવરાજ પાર્ક તરફ જઇ રહેલા પ્રૌઢને ઇકોના ચાલકે ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ, મુકી જઇએ કહી લિફટ આપી હતી.બાદમાં આગળ બેઠેલા શખ્સે ઉલ્ટીનું નાટક કરી આ પ્રૌઢના ખિસ્સામાંથી રોકડ સેરવી તેને ઉતારી મુક્યા હતાં. આ ગુનો ડિટેક્ટ થયો છે.હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને હરસુખભાઇ સબાડની બાતમી પરથી વિપુલ નાનજીભાઇ પરમાર (ઉ.23-રહે. અમરસર વાંકાનેર), કિશન ઉર્ફ કિશો મગનભાઇ પાંભણીયા (ઉ.22-રહે. શિવનરગ-4 જુના યાર્ડ પાસે રાજકોટ) અને રીયાઝ છોટુભાઇ બુખારી (ઉ.24-રહે. કોટડા સાંગાણી ઉંચો ઢોળો)ને નાનામવા સર્કલ પાસેના પટમાંથી પકડી લીધા છે.

આ ત્રણેય નવા કોઇ મુસાફરને શોધે તે પહેલા તેમને પકડી લેવાયા હતાં.તેની પાસેથી એક ઇકો કાર તથા રોકડા 8 હજાર કબ્જે લેવાયા છે.પુછપરછમાં આ ત્રણેયએ વધુ બે ગુના કબુલ્યા છે.જેમાં ગોંડલ ચોકડીએ એક મુસાફરને બેસાડી એક હજાર તથા ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે એક મુસાફરને બેસાડી આઠસો રૂૂપિયા કાઢી લીધા હતાં.વિપુલ ડ્રાઇવીંગ કરતો, રીયાઝ કોને બેસાડવો એ નક્કી કરતો અને કિશન ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી પર્સ-રોકડ ચોરી લેતો હતો.મોજશોખ માટે ત્રણેય આ રવાડે ચડયાનું રટણ કર્યુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement