For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગારિયાધાર પંથકમાં ધરતી ધ્રુજી રાત્રિના 3.7ની તીવ્રતાનો ભૂકંપ

12:23 PM Jun 21, 2024 IST | Bhumika
ગારિયાધાર પંથકમાં ધરતી ધ્રુજી રાત્રિના 3 7ની તીવ્રતાનો ભૂકંપ
Advertisement

એપીસેન્ટર પાલીતાણાથી 21 કિ.મી.દૂર નોંધાયું

ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને આજુબાજુના પંથકની ધરતી ગઈ રાત્રે ધ્રુજી ઉઠી હતી. પાલિતાણાથી 21 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર દિશામાં રાતના 9.27 કલાકે 3.7 મેગ્નિટ્યૂડની તીવ્રતાના સાવ મધ્યમ કક્ષાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે પાલિતાણા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં આ આંચકાની અનુભૂતિ લોકોને થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. ધરતી કંપની અસર ગારિયાધારના ગ્રામ્ય પંથકમાં થઇ હતી.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈ રાત્રે રાતે 9.27 કલાકે ભાવનગર જિલ્લાના પાલિતાણાથી 21 કિલોમીટર દુરના અંતરે વાયવ્ય ખૂણામાં આવેલા સ્થળે આ આંચકાનું એપી સેન્ટર આવલું હતુ. જો કે પાલિતાણા શહેર કે આપપાસના વિસ્તારમાં 3.7 મેગ્નિટ્યૂડની તીવ્રતાના આ આંચકાની કોઇ અનભૂતિ થઇ ન હતી પણ ગારિયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ હળવા આંચકાનો અનુભવ થયાનું લોકોએ જણાવ્યું હતુ.

ગારિયાધાર આસપાસના મોટી વાવડી, સમઢીયાળા, ગુજરડા, અખતરીયા, માંડવી, પરવડી, પચ્છેગામ, શિવેન્દ્રનગર, ચોમલ, માનગઢ સહિતના ગામોમાં 3.7ની તીવ્રતાના ભરતીકંપના આંચકાની અનુભૂતિ થઇ હોવાનું ગ્રામ્યજેનો એ જણાવ્યું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement