For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર પંથકમાં રાત્રીના સમયે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

12:53 PM Apr 10, 2024 IST | Bhumika
ભાવનગર પંથકમાં રાત્રીના સમયે 3 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભાવનગર પંથકમાં ગઈ રાતે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની અસર શહેર નજીકના કેટલાક ગામોમાં થઈ છે.ભાવનગર નજીક આવેલા ભડી અને ઉખરલા ગામ ની વચ્ચેની જગ્યાએ એપી સેન્ટર ધરાવતો ધરતીકંપનો આંચકો આજે રાત્રે 9.52 કલાકે આવતા ભાવનગર શહેરના કેટલાક વિસ્તારો તેમજ ભડી, ભંડારીયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, તગડી, માળનાથ, નાના ખોખરા સહિતના ગામડાઓમાં લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો.
ભૂકંપનો નો આ આંચકો 3.2 મેગ્નિટ્યૂડની તીવ્રતાનો નોંધાયો છે.

Advertisement

આ અંગેની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગઇકાલે રાત્રે સૌ 9.52 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ અને ધડાકા સાથે ધરા ધ્રૂજી ઉઠતા ઘોઘા તાલુકાના ભડી, ભંડારીયા, કોબડી, ત્રંબક, બાડી પડવા, મલેકવદર, સહિત ગામોમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને એકમેકને ચિંતાભરી પૂછપરછ કરી હતી. જો કે આ ભૂકંપના આંચકાથી કોઇને ઇજા કે અન્ય કોઇ નુકશાનીના સમાચાર નથી. દરમિયાનમાં સરકારી તંત્રએ પણ આંચકાની પૂષ્ટિ કરી હતી. આ ભૂકંપ ની તીવ્રતા 3.2નોંધાઈ છે. હેપી સેન્ટર ભાવનગર શહેરથી 17 કિલોમીટર દૂર ભડી ભંડારીયા ગામ પાસે નોંધાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement