For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથના તાલાળામાં ધરતી ધણધણી….ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા,લોકોમાં ભયનો માહોલ

06:22 PM May 08, 2024 IST | Bhumika
ગીર સોમનાથના તાલાળામાં ધરતી ધણધણી… ચાર મિનિટમાં આવ્યા ભૂકંપના બે આંચકા લોકોમાં ભયનો માહોલ

આકરા તાપ વચ્ચે તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. બપોરના સમયે 4 મિનિટમાં 3.7 અને 3.4ની તીવ્રતાના બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.14 વાગ્યે 3.7ની તીવ્રતાનો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે.આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે.

Advertisement

ગીર સોમનાથના તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના કારણે હજુ સુધી જાનમાલને નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement