For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા જીઆઈડીસીમાં કોસ્મેટીકના કારખાનામાં વહેલી સવારે આગ લાગી : 35 લાખનું નુક્સાન

03:51 PM Jun 11, 2024 IST | Bhumika
કુવાડવા જીઆઈડીસીમાં કોસ્મેટીકના કારખાનામાં વહેલી સવારે આગ લાગી   35 લાખનું નુક્સાન
Advertisement

શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઈ-વે પર આવેલી કુવાડવા જીઆઈડીસીમાં કોસ્મેટીકના કારખાનામાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ઓફિસમાં રહેલી રૂા. બે લાખની રોકડ, 8 લેપટોપ, 8 મોબાઈલ, ફર્નિચર સહિત સમગ્ર ઓફિસ બળીને ખાક થઈ જતાં રૂા. 35 લાખનું નુક્શાન થયું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ બે કલાકની જહેમત બાદ આગકાબુમાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા જીઆીડીસીમાં પ્લોટ નં. 43માં આવેલા કચ્છ શોપ નામના કોસ્મેટીકના કારખાનાની ઓફિસમાં વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં આગ ભભૂકી હતી. બનાવની જાણ થતાં ઈઆરસી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement

કારખાના માલીક અમરભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ ઓફિસમાં આગ લાગતા 8 મોબાઈલ, 8 લેપટોપ, ફર્નિચર, કોમ્પ્યુટર, એસી,અને રૂા. 2 લાખની રોકડ જે કર્મચારીઓને વેતન ચૂકવવા રાખેલા હતા જે તમામ બળીને ખાક થઈ જતાં અંદાજે રૂા. 35 લાખનું નુક્શાન થયું હતું. જ્યારે આગ બાજુમાં આવેલા પ્લાન્ટમાં પ્રસરવા ન દેતા રૂા. 50 લાખનો સામાન બચાવી લેવામાં આવ્યો હતો. આગનું કારણ જાણવા મળેલ નથી. જો કે, સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement