For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મતદાન ઓછું થાય તે માટે પાકિસ્તાનથી શાળાઓને ઉડાવી દેવાના ઇ-મેલ થયાનો ઘટસ્ફોટ

03:51 PM May 10, 2024 IST | Bhumika
મતદાન ઓછું થાય તે માટે પાકિસ્તાનથી શાળાઓને ઉડાવી દેવાના ઇ મેલ થયાનો ઘટસ્ફોટ
Advertisement

અમદાવાદની ઘટનામાં રશિયન સર્વરનો ઉયયોગ કરી પાક. આર્મી બેઝથી ઇ-મેલ મોકલાયાનો ખુલાસો

Advertisement

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે.
ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે અને ધમકીભર્યા ઇમેઇલ ફિીંવયયમહળફશહ.િી પરથી આવ્યો છે.સમગ્ર કેસમાં ઈંજઈંનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું અને લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું સામે આવ્યુ છે.

સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો તો એ થયો છે કે સ્કૂલોમાં ધમકીભર્યા મેઇલ થકી ચૂંટણીમાં ડર ફેલાવવાનો પાકિસ્તાની જાસૂસી સંસ્થાનો ઈરાદો હતો.વોટિંગ ઓછું થાય તે માટે ષડયંત્ર હતુ. અમદાવાદની 36 સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલાવા મામલે પાકિસ્તાનની ફૈસલાબાદના આર્મી કેન્ટોમેન્ટના તાર ખુલ્યા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સના ઓફિસરનું નામ બદલીને વર્ચ્યુલ આઈડીથી મેઈલ મોકલાતા હતા.

શાળાઓમાં ધમકીભર્યા મેઇલ મળ્યા બાદ જ્યારે તપાસ શરુ કરવામાં આવી ત્યારે શરુઆતમાં આ મેઇલ કરવા માટે રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી.

જો કે બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં અલગ અલગ સાયબર ટુલ્સનો ઉપયોગ કરીને મેઇન મેઇલ મોકલનારા ઈંઙ એડ્રેસને શોધવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પછી આ કનેક્શન પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યુ છે.

આઇએસઆઇ કનેક્શન ખુલ્યું
માહિતી મળી રહી છે કે ISI અધિકારી તૌહિદ લિયાકત નામથી આઈડી બનાવતો હતો અને તેનાથી મેઈલ મોકલતો હતો. દિલ્હી, યુપી અને ગુજરાતમાં પણ પાકિસ્તાનથી જ ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જે રાજ્યમાં ચૂંટણી હતી, ત્યાં આગલા દિવસે ધમકી ભર્યો ઈમેલ કર્યો હતો. ભારતમાં ચૂંટણી હોવાથી ભયનું વાતાવરણ ફેલાવવા ધમકી ભર્યો ઈમેઇલ કરાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement