For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની દ્વિજા પટેલે જેઇઇ એડવાન્સમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો પ્રથમ નંબર

04:43 PM Jun 10, 2024 IST | admin
રાજકોટની દ્વિજા પટેલે જેઇઇ એડવાન્સમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો પ્રથમ નંબર
Advertisement

ઓલ ઇન્ડિયામાં સાતમા ક્રમે: ટોપ-100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓ: રાજકોટના 4 છાત્રોનો સમાવેશ

ઇજનેરી પ્રવેશ માટે લેવામાં આવેલ જેઇઇ મેઇન્સની પરીક્ષનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાં ટોપ-100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. રાજકોટની દ્વિજા પટેલ ઓલ ઇન્ડિયામાં સાતમો અને ગર્લ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમે આવી છે.

Advertisement

રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે જણાવ્યું હતું કે, મને જેઇઇ એડવાન્સમાં 360માંથી 332 માર્કસ મળ્યા છે અને ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક મેળવ્યો છે. હું દરરોજની 8થી 10 કલાકની મહેનત કરતી હતી. જે માટે એલનના ટીચર્સનો ફાળો ખૂબ જ મોટો રહ્યો છે. છેલ્લા બે વર્ષથી એલાન રાજકોટમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની આગામી સમયમાં આઇઆઇટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. ત્યારબાદ એબ્રોડમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું સ્વપ્ન છે. દ્વિજા ઓલ ઇન્ડિયામાં ગર્લ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહી છે. તેમના પિતા ધર્મેશભાઇ જગઊંમાં શિક્ષક છે. જ્યારે માતા કિરણબેન ગૃહિણી છે. જ્યારે તેમનો ભાઇ દેવર્શ ધોરણ 5માં અભ્યાસ કરે છે. ધોરણ 9 અને 10થી કોડિંગમાં રસ હોવાથી દ્વિજા કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. જેમને જેઇઇ મેઈન્સમાં ફર્સ્ટ એટેમપ્ટમાં 290 તો બીજા પ્રયાસે 280 માર્કસ આવ્યા.

વિદ્યાર્થી અક્ષર ઝાલાએ જણાવ્યું હતું કે, જેઇઇ એડવાન્સમાં 360માંથી 317 માર્ક્સ આવ્યા છે અને ઓલ ઇન્ડિયામાં મારો 38મો રેન્ક છે. દરરોજની 8 કલાકની મહેનત અને પ્રશ્ન પેપરના રિવિઝનને કારણે આટલું સારું પરિણામ મળ્યું છે. અહીંનું મટિરિયલ અને મોડ્યુલ્સ ખૂબ જ સારું હોય છે કે જેનાથી વિદ્યાર્થીઓ સારો રેન્ક મેળવી શકે છે. હાલ કોલેજમાં આઇઆઇટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગું છું. ત્યારબાદ એબ્રોડથી માસ્ટર ડિગ્રી કરવાનુ સ્વપ્ન છે. બાદમાં ભારતમાં એન્ટરપ્રિન્યોરશિપ તરીકે કામ કરવા માંગુ છું. અક્ષરના પિતા હિમાંશુ ઝાલા પ્રાઇવેટ સેક્ટરમાં મેનેજર છે, જ્યારે તેમના માતા હેતલબેન તબિબ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement