For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંગત વેરઝેરના કારણે સોપારી આપી દંપતીની હત્યા કરાવી

05:50 PM Jan 23, 2024 IST | Bhumika
અંગત વેરઝેરના કારણે સોપારી આપી દંપતીની હત્યા કરાવી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બહુચર્ચીત પીંગળી ગામના ડબલ મર્ડર કેસમાં ભેદ ઉકેલવામાં અંતે પોલીસને સફળતા મળી છે. છ માસ પહેલા ઘરમાં સુતેલા દંપતિની તિક્ષણ હત્યાના ઘા ઝીંકી લુંટ કરવાના ગુનામાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી આગવીઢબે પુછપરછ કરતા અંગત વેરઝેરના કારણે જ ગામના જ શખ્સે પાંચ લાખની સોપારી આપી દંપતિની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ગત તા. 11-7-2023ની રાત્રીના તલાજાના પીંગળી ગામે રહેતા શિવાભાઈ રાઠોડ અને તેમના પત્નીની ઓસરીમાંથી તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જ્યારે મકાનમાં માલસામાન વેરવિખેર પડ્યો હોય અને ઘરમાંથી ચોરી લુંટ થયાનું જાણવા મળતા આ અંગે પોલીસે મૃતક દંપતિના પુત્ર સંજયભાઈ શિવાભાઈ રાઠોડ ઉ.વ.33ની ફરિયાદ પરથી બેવડી હત્યાને લુંટનો ગુનો નોંધ્યો હતો.
બહુચર્ચીત પીંગળી ડબલ મર્ડર કેસની હત્યાનો ભેદ ઉકેલવા માટે રેન્જ આઈજીએ સીટની રચના કરી હતી અને એલસીબી સહિતના સ્ટાફે પડકારરૂપ આ હત્યાનો ભેદ ઉકેલવા પીંગળી ગામની આજુબાજુના 50 કિલોમીટર વિસ્તારમાંથી 19 ગામના 38 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં જેમાંથી પોલીસને મહત્વની કળી મળતા શંકાસ્પદ બાઈક સાથે નિકળેલા સિંહોર તાલુકાના થોરાળી ગામના જોરુભાઈ કમાભાઈ ઉ.વ.44 અને ઘોઘા તાલુકાના પીપરલા ગામના ભૂપતભાઈ બચુભાઈ વાઘેલા ઉ.વ.55ની ધરપકડ કરી 33 હજારની રોકડ કબ્જે કરી આગવીઢબે પુછપરછ કરતા બન્ને શખ્સોએ પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા અને છ મહિના પહેલા પાંચ લાખની સોપારી લઈને દંપતિની હત્યા કરી રોકડ અને દાગીની લુંટ ચલાવી કબુલાત આપી હતી.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા થોરાળી ગામના દીપાભાઈ ઉર્ફે દિપક કમાભાઈ પરમાર ઉ.વ.35, મેરુ ઉર્પે મેરિયો કમાભાઈ પરમાર ઉ.વ.25 અને પ્રતાપ ઉર્ફે બોડો સામતભાઈ ધોળકિયા ઉ.વ.25ની ધરપકડ કરી હતી જ્યારે દંપતિની હત્યા માટે પાંચ લાખની સોપારી આપનાર પીંગળી ગામના રણજીત કનુભાઈ યાદવ ઉ.વ.44ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

પોલીસની પુછપરછમાં રણજીત યાદવને પોતાના જ ગામમાં રહેતા શિવાભાઈ રાઠોડ સાથે અંગત વેરઝેર હોય જેના કારણે થોરાળી ગામના જોરુભાઈ પરમારને પાંચ લાખની સોપારી આપી દંપતિની હત્યા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કામગીરી ક્રાઈમ બ્રાંચના પીઆઈ કે.એસ. પટેલ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement