For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમપ્રકરણના કારણે યુવકને વાડીમાં ગોંધી રાખી હાથ-પગ બાંધી બેરહેમીથી માર માર્યો

11:44 AM May 10, 2024 IST | Bhumika
પ્રેમપ્રકરણના કારણે યુવકને વાડીમાં ગોંધી રાખી હાથ પગ બાંધી બેરહેમીથી માર માર્યો
Advertisement

ઉપલેટાના નીલાખા ગામની ઘટના : પ્રેમિકાને મળવા જતાં યુવતીના પિતા, કાકાએ તાલીબાની સજા આપી : યુવકની હાલત ગંભીર

આજના સોશિયલ મીડિયાના યુગના કારણે યુવક-યુવતિઓમાં પ્રેમના વાયરા ફુંકાઈ રહ્યા છે પરંતુ જૂની રૂઢીના વડીલોને આ પ્રેમ સબંધ મંજુર ન હોય તેના કારણે કાયદો હાથમાં લેતા જરા પણ અચકાતા નથી હજુ ગઈકાલે જ ચોટીલા નજીક રાજાવાડ ગામે રહેતા યુવક પોતાની સાથે જ મજુરી કામ કરતી યુવતિને ભગાડી ગયાબાદ યુવતિના પરિવારજનોએ પ્રેમ પંખીડાના શોધી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે બનાવમાં હજુ આરોપીઓની ધરપકડ પણ નથી થઈ ત્યાં રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલ નિલાખા ગામે વધુ એક આવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પ્રેમીકાને મળવા ગયેલા આહિર યુવાને યુવતિના પિતા અને કાકાએ વાડીમાં ગોંધી રાખી હાથ-પગ બાંધી તાલીબાની સજા આપી હાથ-પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવડિયા ગામે રહેતા રામદેભાઈ પરબતભાઈ વરુ ઉ.વ.29 નામના આહિર યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના નિલાખા ગામે રહેતા સુમાતભાઈ ભીખાભાઈ કરમુત અને કરસનભાઈ ઉર્ફે કચરાભાઈ ભીખાભાઈ કરમુતના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના નાનાભાઈ સુમાતભાઈ વરુને ઉપલેટાના નિલાખા ગામે રહેતી અંજુ સુમાતભાઈ કરમુર સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ હોય અને બન્ને પરિવાર એક જ જ્ઞાતિના હોય અગાઉ સબંધ માટે વાતચીત પણ કરી હતી પરંતુ યુવતિના પિતાએ સગાઈની ઘસીને ના પાડી દીધી હતી આમ છતાં બન્ને પ્રેમ પંખીડા વચ્ચે પ્રેમ સબંધ ચાલુ જ રહ્યો હતો.

દરમિયાન ગત તા.7-5-24ના સુમાત વરુ પોતાના ગામથી નિલાખા ગામે પ્રેમીકાને મળવા જવા નિકળ્યો હતો અને આ પ્રેમી યુગલો વાડીમાં વાત-ચીત કરતા હતા ત્યારે જ યુવતિના પરિવારજનો આવી જતાં યુવકને પકડી વાડીમાં ગોંધી રાખી હાથપગ બાંધી ધોકા-પાઈપ વડે બે રહેમીથી મારમારી હાથપગ ભાંગી નાખ્યા હતાં.
ત્યાર બાદ સુમાત વરુને તેના જ ફોનમાંથી તેના ભાઈ રામદે વરુને ફોન કર્યો હતો અને તારા ભાઈને જોઈતો હોય તો આવીને લઈ જા તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરિયાદી પોતાના સગાસબંધીઓ સાથે નિલાખા ગામે દોડી જઈ બેભાન હાલતમાં પોતાના ભાઈને વાડીમાંથી મુક્ત કરાવી પોતાના ગામ લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ખંભાળિયા અને બાદમાં જામનગર અને ત્યાંથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો નોધી યુવતિના પિતા-કાકાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ઉપલેટાના પી.એસ.આઈ. એસ.પી. ભટ્ટ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement