For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાંઢિયા પુલ ઉપર દારૂડિયા કારચાલકે મહિલાને ફંગોળી

04:05 PM Nov 24, 2023 IST | Sejal barot
સાંઢિયા પુલ ઉપર દારૂડિયા કારચાલકે મહિલાને ફંગોળી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ પુર ઝડપે કાર ચલાવી ગમખ્વાર અકસ્માત સર્જી નવ લોકોના મોત નિપજાવ્યા હતા.આ બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.આ બનાવ બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લાના અધિકારીને ઓવર સ્પીડમાં ચાલતા વાહન સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.થોડા મહિના પોલીસે કાર્યવાહી કરવા છતાં પણ હાલ ઓવર સ્પીડમાં વાહન ચલાવી અકસ્માતના બનાવ બની રહ્યા છે.
ત્યારે રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલ નજીક એકટીવા પર બેઠેલી મહિલાને ઓવરસ્પીડમાં આવેલી કારના ચાલકે ઉલાડ્યા બાદ લોકો પકડીને મારસે તેવા ડરથી ભગવા જતા ચાલકે કાર પલટી મારી લીધી હતી.તેમજ કોઈ રાહદારીએ પોલીસને જાણ કરી પોલીસ વેન ત્યાં પહોંચી ગઈ હતી અને કાર ચાલક અને તેમાં સવાર મિત્રને પકડી લઈ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા કારમાંથી એક દારૂૂની બોટલ પણ મળી આવતા બંને સામે અકસ્માત,ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહી એકટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,રેલનગર-3 બજરંગવાડીમાં રહેતા મનપ્રીતસિંઘ ભગવાનસિંઘ ચૌધરી(ઉ.વ.33)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જંકશન મેઇન રોડ પર અવતાર ફર્નિચર નામની ફેબ્રિકેશન ની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઈકાલ રાત્રીના એકાદ વાગ્યે પત્ની સુમિતકૌર સાથે એક્ટિવા લઈ રેલવે લોકો કોલોની પાસે આવેલી બજરંગ હોટલ ગયા હતા જ્યાં હોટલની સામે એકટીવા પાર્ક કર્યું હતું અને તેની પર પત્ની સુમિતકૌર બેઠા હતા તેમજ પોતે સોડા લેવા દુકાને ગયા હતા.ત્યારે એક મારુતિ સ્વીફ્ટ ડિઝાઇર કાર પુરઝડપે લઈ નીકળતા એક્ટિવાને ઠોકરે ચડાવતા પત્ની રસ્તા પર પટકાયા હતા અને તેમને ઇજા થઇ હતી.તેમજ અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો અને પત્નીને ઇજા થઇ હોય તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી.તેમજ એક્ટિવામાં નુકશાન થયું હતું.
આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસના રણધીરભાઈ એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોલીસ કંટ્રોલ રૂૂમ તરફથી કોલ આવ્યો હતો કે જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ ઉતરતા બગીચા નજીક અકસ્માત થયો છે જેથી પીસીઆર વન લઈ ત્યાં પહોંચતા એક કાર ઉંધી વળી ગઈ હતી અને તેમાં બેઠેલા બંને શખ્સોને ત્યાં હાજર લોકોએ રોકી રાખ્યા હતા.તેઓ બંનેને ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જઇ પૂછપરછ કરતા પોતે પોતાનું નામ આશિષ નાનજી સાકરિયા(ઉ.વ.33, રહે બાપાસીતારામ ચોક ખોડીયાર કૃપા મકાન મવડી ગામ) અને બીજાનું નામ ફારુક રજાકભાઈ શાહમદાર(ઉ.વ.43,રહે દૂધસાગર રોડ હૈદરી ચોક ભગવતી સોસાયટી)હોવાનું જણાવ્યું હતું તેમજ બંનેની પૂછપરછમાં આશિષ હાલ મુંબઈ રહી બાંધકામનો ધંધો કરે છે અને ફારૂૂકને તેના ઘર નજીક ઈંડાની લારી છે.આ બનાવમાં કારમાંથી એક દારૂૂની બોટલ પણ મળી આવતા તેઓની સામે અકસ્માત ઉપરાંત પોલીસે બે ગુન્હામાં ફરિયાદી બની પ્રોહી એકટ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement