For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામ પાસેથી 130 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

04:54 PM Jun 05, 2024 IST | Bhumika
ગાંધીધામ પાસેથી 130 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Advertisement

ડ્રગ્સ માફીયાઓ માટે સ્વર્ગ સમાન કચ્છ પંથકમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો અવારનવાર મળી રહ્યો છે. અગાઉ મુંદ્રા પોર્ટ પરથી ક્ધટેનર મારફત ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યો હતો પરંતુ ડ્રગ્સ માફીયાઓની મેલીમુરાદ બર આવે તે પહેલા જ તંત્ર દ્વારા ડ્રગ્સના ક્ધસાઈન્ટમેન્ટ ઝડપી લીધા હતાં. બીજી બાજુ પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ અવારનવાર દરિયામાં ડ્રગ્સના પેકેટ ફેંકી દેતાં હોય જે ડ્રગ્સના પેકેટ તણાઈને કચ્છના દરિયાઈ કાંઠે આવતાં હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એક વખત પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓએ દરિયાઈ મારફત ડ્રગ્સનું ક્ધસાઈન્ટમેન્ટ મોકલાવ્યું હોવાની એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ ખારી રોહર નજીક ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન પાર પાડી 130 કરોડના ડ્રગ્સ ઝડપી લીધું છે અને હજુ આ સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓએ ફરી દરિયાઈ મારફતે ડ્રગ્સનું ક્ધસાઈન્ટમેન્ટ કચ્છ મોકલ્યું હોવાની એટીએસને મળેલી બાતમીના આધારે એસઓજીને સાથે રાખી કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ગાંધીધામ નજીક ખારી રોહર પાસે આવેલ બાવળના જંગલમાં ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હોવાની માહિતીના આધારે ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરતાં ખારી રોહર બાવળની જાળીમાંથી રૂા.130 કરોડની કિંમતના 13 પેકેટ કોકેઈન ડ્રગ્સના મળી આવ્યા હતાં. જે જપ્ત કરવામાં આવ્યા છે.

Advertisement

ગાંધીધામ નજીક જંગલ વિસ્તારમાં ડ્રગ્સના વધુ પેકેટ પડયા હોવાની માહિતીના આધારે હજુ આ ઓપરેશન ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. એટીએસ અને એસઓજીનાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ અવારનવાર દરિયાઈ મારફત ડ્રગ્સના પેકેટ કચ્છ મોકલતાં હોવાનું જણાવ્યું છે. દરિયામાં ભરતી વખતે ડ્રગ્સના પેકેટ છુટા ઘા કરી દેવામાં આવે છે જે તણાઈને કચ્છના દરિયાઈ કાંઠે પહોંચ્યા બાદ સ્થાનિક એજન્ટો દ્વારા આ ડ્રગ્સના પેકેટ મેળવી તેનું વેચાણ કરી નાખતાં હોવાનું જણાવ્યું છે. અગાઉ આ ઢબે અનેક વખત ડ્રગ્સનો જથ્થો કચ્છ મોકલવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement