For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનથી અલંગ આવેલા શિપમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ]

11:52 AM Jul 26, 2024 IST | admin
પાકિસ્તાનથી અલંગ આવેલા શિપમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ

સેન્ટ્રલ આઇબી, કોસ્ટ ગાર્ડ અને સ્ટેટ આઇબી તપાસમાં જોડાઇ: ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધાની શંકા

Advertisement

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલુ જહાજ મર્સિન-15 શંકાના વમળમાં ફસાતા અગ્રગણ્ય તપાસનીશ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. વર્ષ 1991માં બનેલું અને ઇજીપ્તનું જહાજ મર્સિન-15 જનરલ કાર્ગો શિપ છે અને 5275 મે.ટનનું વજન ધરાવે છે. આ જહાજના કેશ બાયર આઇ-શિપ મેરિટાઇમ એલએલસી-દુબઇ છે અને અલંગમાં પ્લોટ નં.88- આતમ મનોહર શિપબ્રેકર્સ દ્વારા આ જહાજ ભાંગવા માટે ખરીદવામાં આવ્યુ છે.

મર્સિન-15 શિપના ક્રુ મેમ્બરો દ્વારા પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોન વડે ઇજીપ્તમાં વાત કરવામાં આવી હોવાનું કોસ્ટગાર્ડના ધ્યાને આવ્યુ હતુ, અને પિપાવાવ નજીક તેને અટકાવવાની સુચના વીટીએમએસ દ્વારા આપવામાં આવી હોવા છતા તેને અવગણી અને જહાજે ગતિ પકડી હતી. બાદમાં કોસ્ટગાર્ડે જહાજને આતર્યુ હતુ. આ જહાજ ભાવનગર એન્કરેજ પર લાવવામાં આવતા કોસ્ટગાર્ડ, સેન્ટ્રલ આઇ.બી., સ્ટેટ આઇ.બી., મરિન પિપાવાવ, ભાવનગર, એલઆઇબી, એસઓજી, સ્ટેટ વિજીલન્સ, કસ્ટમ્સ, નેવી સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઇ હતી.

Advertisement

ક્રુ મેમ્બરોએ નિવેદનમાં જણાવ્યુ હતુ કે, મર્સિન-15 શિપમાં પાણી ભરાવા લાગતા 4 ડિગ્રી નમવા લાગ્યુ હતુ અને સંપર્ક થઇ રહ્યો નહીં હોવાથી ઇજીપ્તમાં જહાજના માલીકો સાથે સેટેલાઇટ ફોન વડે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જહાજ પર ઇજીપ્તના 4 અને સીરીયાના 8 ક્રુ મેમ્બર મોજુદ છે. તમામ ક્રુની તપાસ કરવામાં આવતા એક વિદેશી ક્રુ મેમ્બર પાસેથી ભારતનું મોબાઇલ સીમ કાર્ડ મળી આવ્યુ છે, અને તે છેલ્લા 5 વર્ષથી એક્ટિવ છે. તો આ સીમ કાર્ડ પર નિયમીત ઉપયોગ કરવા માટે કોણ રીચાર્જ કરાવી આપતુ હતુ?, ઉપરાંત આ ક્રુ મેમ્બરે પાકિસ્તાનમાં વોટ્સએપ ચેટિંગ કરેલુ છે, અને તેમાં ડ્રગ્સના પેકેટ અંગેના ફોટા મળી આવતા એજન્સીઓ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે.

મર્સિન-15 શિપ યમનના એડનથી ખાલી હાલતે નિકળ્યુ હતુ અને ભારતનું અલંગ તેને જળમાર્ગે નજીક પડતુ હોવા છતા આ જહાજ શા માટે પાકિસ્તાનના કરાંચી આઉટર પોર્ટ લિમીટમાં ગયુ હતુ? અને ત્યાં શ્રીલંકન અને અન્ય ક્રુ મેમ્બરને શા માટે ઉતારી લેવામાં આવ્યા હતા? તેના અંગે અનેક શંકા-કુશંકાઓ એજન્સીઓને થતા તપાસનો ધમધમાટ લંબાવવામાં આવ્યો છે. દરિયાકાંઠેથી સતત મળી રહેલા ડ્રગ્સને કારણે આ જહાજ શંકાના વમળમાં આવ્યુ છે.

કરાંચી આઉટર પોર્ટ લિમિટમાં બે ક્રૂ કેમ ઉતરી ગયા?

પાકિસ્તાનના કરાંચી આઉટર પોર્ટ લિમિટ ખાતે મર્સિન-15 જહાજના બે ક્રુ મેમ્બરોને ઉતારી લેવાયા હતા. અને આ દરમિયાન શિપના એક ક્રુ મેમ્બરે ભારતના મોબાઇલ સીમ કાર્ડ વડે પાકિસ્તાનમાં ચેટિંગ કરેલું છે અને તેમાં ડ્રગ્સના પેકેટનો ફોટો પણ છે, તેના અંગે એજન્સીઓ દ્વારા ક્રુની પુછપરછ થઈ રહી છે. ઉપરાંત એડનથી ખાલી જહાજ નિકળ્યુ અને અલંગમાં તે વેચાયુ હતુ, એડનથી અલંગ જળમાર્ગે નજીક હોવા છતા શા માટે પાકિસ્તાન ગયુ? તેની પણ તપાસ થઇ રહી છે. અને ક્રુ મેમ્બરોને તપાસ એજન્સીની ગંધ આવી જતા ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધુ છે? કોઇ માછીમાર બોટને આપી દીધુ છે? તેના અંગે પણ શંકાઓ જન્મી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement