For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દવા કંપનીઓ ડોક્ટરોને ગિફ્ટ નહીં આપી શકે, વિદેશ પ્રવાસે પણ નહીં મોકલી શકે

11:39 AM Mar 13, 2024 IST | Bhumika
દવા કંપનીઓ ડોક્ટરોને ગિફ્ટ નહીં આપી શકે  વિદેશ પ્રવાસે પણ નહીં મોકલી શકે
  • માર્કેટિંગના નામે ડોક્ટરોને જલસા કરાવવા સામે નવી માર્ગદર્શિકા

કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કડક કાર્યવાહી કરી છે. સરકારે દવાઓના માર્કેટિંગ માટે સમાન આચારસંહિતા જાહેર કરી છે અને કહ્યું છે કે કોઈપણ ફાર્મા કંપની ન તો કોઈ ડોક્ટરને કોઈ ભેટ આપશે કે ન તો વર્કશોપ અને સેમિનારના નામે ડોક્ટરો અને તેમના પરિવારના સભ્યોને વિદેશ મોકલશે, મુસાફરીનો ખર્ચ ઉઠાવશે અને દેશના અન્ય શહેરોમાં અને મોંઘી હોટલોમાં ઉતારો આપશે.
જો કે, નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ ડોક્ટર વર્કશોપ અથવા સેમિનારમાં વક્તા હશે તો તેને આમાંથી મુક્તિ આપવામાં આવશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ 2024 માટે યુનિફોર્મ કોડની નકલ તમામ ફાર્માસ્યુટિકલ એસોસિએશનો સાથે સખત પાલન માટે શેર કરી છે. આ સાથે, વિભાગે ફાર્માસ્યુટિકલ એસોસિએશનોને યુનિફોર્મ કોડના કોઈપણ ઉલ્લંઘનને લગતી ફરિયાદોની તપાસ કરવા માટે આચાર સંહિતા સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

Advertisement

ઞઈઙખઙ 2024 માર્ગદર્શિકા જણાવે છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઈપણ ડોક્ટરને કોઈ ચીજવસ્તુ ગિફ્ટ કરશે નહીં, ન તો તેમને પૈસા અથવા કોઈ પ્રલોભન આપશે. જો આનો ભંગ થતો જોવા મળશે તો ફાર્મા એસોસિએશન ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરશે. માર્ગદર્શિકા જણાવે છે કે તમામ ફાર્મા કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  UCPMP 2024 ના પાલન માટે જવાબદાર રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement