For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આદિત્યાણામાં નશાખોર નાના ભાઈની મોટાભાઈના હાથે હત્યા

11:43 AM Jun 15, 2024 IST | Bhumika
આદિત્યાણામાં નશાખોર નાના ભાઈની મોટાભાઈના હાથે હત્યા
Advertisement

આદિત્યાણા ગામ નજીક આવેલા ડંડકડી નેશમાં નશાખોર નાનાભાઈને મોટાભાઇએ લાકડાના ગેડિયા વડે ઢોર માર મારતા મોત થયું છે. આ મામલે વૃધ્ધ પિતાએ મોટા પુત્ર સામે નાના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આદિત્યાણાના ડંડકડી નેશમાં રહેતા અરજનભાઈ લાખાભાઈ કટારા (ઉ.વ.73)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના નાના પુત્ર રામા ઉર્ફે પવન અરજન કટારા (ઉ.વ.45)ને દારૂૂ પીવાની ટેવ હોય ગત 12 તારીખે રાત્રે પુત્ર અરજનભાઈ અને જગો ફળિયામાં ખાટલા પર સુતા હતા અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં સુતા હતા. ત્યારે રાત્રે 11 વાગ્યે રામા ઉર્ફે પવન ત્યાં આવ્યો હતો અને મોટેથી ગાળો બોલતો હતો. આથી જગાએ તેને સમજાવ્યો હતો. પરંતુ રામો સમજ્યો ન હતો આથી જગો ઉશ્કેરાઈ ગયો હતો અને ફળિયામાં પડેલ લાકડાના ગેડિયા વડે રામાને આડેધડ માર માર્યો હતો. જેમાં રામાનુ મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement