For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રાઇવરોની હડતાળ ભડકી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રકોના પૈડા જામ

04:50 PM Jan 01, 2024 IST | Sejal barot
ડ્રાઇવરોની હડતાળ ભડકી  ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રકોના પૈડા જામ

કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂૂ થયા છે. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આજે વહેલી સવારથી જ ટ્રક ડ્રાઇવરોએ ઠેર ઠેર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રક ડ્રાઇવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે બાંયો ચઢાવી છે અને આ લડત દેશવ્યાપી બની રહી હોય તેમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં પણ ટ્રકોના પૈડા થંભી જતા પેટ્રોલ-ડિઝલ સહિતની ચીજ વસ્તુઓની અછત સર્જાયા લાગી છે.
નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઇ છે, જેને લઇને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ટ્રકના પૈડા થંભી ગયા છે. આજે સામે આવલા દ્રશ્યોમાં ભરૂૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રોડ પર ચક્કાજામ કર્યુ હતુ. તેઓએ સાથે નારા પણ લગાવ્યા હતા કે, ટ્રક એકતા જિંદાબાદ, ખાસ વાત છે કે, નેશનલ હાઇવે પર આશરે 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો. કચ્છમાં પણ ટ્રક ડ્રાઇવરો અચાનક હડતાલ ઉપર ઉતરી જતા કંડલા અને મુન્દ્રા પોર્ટની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.
આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ કર્યુ હતુ, અહીં રોડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રોડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટ્રક ડ્રાઇવરો આજે વહેલી સવારથી જ હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ઉતર્યા છે.
નવા અકસ્માત કાયદાને લઈને ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.
આજે વહેલી સવારથી રાજ્યમાં કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ઉતર્યા છે. નવા અકસ્માત કાયદાના વિરોધમાં સુરતમાં આજથી ઇછઝજ અને સીટી બસ ચાલકો હડતાળમાં જોડાયા છે, આજથી ત્રણ દિવસ સુધી શહેરમાં 1000થી વધુ બસો બંધ રહેશે, આ પછી ડ્રાઇવરો આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ હડતાળના કારણે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement