સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

વીરપુરમાં ટ્રક વીજલાઈનને અડી જતાં ચાલકનું મોત: ક્લિનર દાઝ્યો

12:52 PM Jun 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વાંકાનેર ટોલનાકા પાસે બે બાઈક અથડાતા વૃદ્ધનું મોત: અન્ય ચાલકને ઈજા

વીરપુરમાં આવેલી કંપનીના ગેરેજમાં ટ્રક રાખી ડ્રાઈવર અને કલીનર ટ્રકમાં બેઠા હતાં ત્યારે અકસ્માતે ટ્રક ઉપરથી પસાર થતી વીજલાઈનને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. ડ્રાઈવર અને કલીનરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાઈવર વૃધ્ધનું મોત નિપજ્યું હતું. વૃધ્ધના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વીરપુરમાં આવેલી વરાદ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.નામની કંપનીમાં આવેલા ગેરેજમાં ટ્રક પાર્ક કરી ડ્રાઈવર મહિલાપાલસિંગ ભુરીસિંગ (ઉ.60) અને ક્લિનર લવલીસિંગ જીવનસિંગ (ઉ.35) ટ્રકની અંડર બેઠા હતાં તે દરમિયાન ટ્રકની ટ્રોલી ઉપરથી પસાર થઈ રહેલી ઈલેકટ્રીક લાઈનને અડી જતાં વીજશોક લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાયવર અને ક્લિનરને તાત્કાલીક સારવાર માટે વિરપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાયવર મહિપાલસિંગની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક મહિપાલસિંગ મુળ યુપીના વતની છે અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. મહિપાલસિંગ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતાં અને છેલ્લા દોઢ માસથી વીરપુરમાં રહી ડ્રાયવીંગ કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વીરપુર પોલીસે નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement