For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતને રોળવાનું સ્વપ્ન જોતું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર

12:02 PM Jun 15, 2024 IST | admin
ભારતને રોળવાનું સ્વપ્ન જોતું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર

વરસાદના કારણે આયર્લેન્ડ-અમેરિકાની મેચ રદ, અમેરિકા સુપર-8માં

Advertisement

પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનની આડ અસર એવી રહી છે કે બાબર આઝમની ટીમની હજુ એક મેચ બાકી છે પરંતુ તે પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ફ્લોરિડામાં વરસાદને કારણે આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની મેચ રમાઈ શકી ન હતી અને અમેરિકન ટીમને વધુ એક પોઈન્ટ મળ્યો હતો. આ સાથે તે સુપર-8માં પહોંચી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બાબર આઝમની કપ્તાનીમાં આ ટીમ તેની પ્રથમ બંને મેચ હારી ગઈ હતી. આ હારને કારણે 2022ની ફાઈનલ રમી રહેલી પાકિસ્તાની ટીમનું ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનું જોખમ હતું. આ પછી ટીમે કેનેડાને હરાવીને જીતનું ખાતું ખોલ્યું, તો બીજી તરફ ભારતે અમેરિકાને હરાવ્યું. આના કારણે થોડા સમય માટે પાકિસ્તાનની આશા જાગી હતી પરંતુ હવે તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પાકિસ્તાનની છેલ્લી મેચ 16 જૂને આયર્લેન્ડ સામે થવાની છે. ફ્લોરિડામાં યોજાનારી આ મેચ ટીમ માટે માત્ર ઔપચારિક રહેશે.

Advertisement

પાકિસ્તાનની ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચવા માટે અમેરિકાની હાર પર પણ નિર્ભર હતી. જો અમેરિકા તેની બાકીની બંને મેચ હારી ગયું હોત તો સુકાની બાબર આઝમની કપ્તાની હેઠળની આ ટીમને આયર્લેન્ડને હરાવીને આગળ વધવાની તક મળી હોત.

ભારતે અમેરિકાને હરાવ્યું હતું, પરંતુ આયર્લેન્ડ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જેના કારણે અમેરિકાને એક પોઈન્ટ મળ્યો અને તેના 5 પોઈન્ટ થઈ ગયા. હવે જો પાકિસ્તાન અંતિમ મેચ જીતે તો પણ માત્ર 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે, તેથી તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. આ તો ગાણિતિક કારણો હતા, પરંતુ ટીમને આ ખરાબ સ્થિતિમાં લાવવા પાછળ અન્ય ઘણા કારણો જવાબદાર છે.

પાકિસ્તાનની ટીમ સામે દેશદ્રોહનો કેસ દાખલ

બાબર આઝમની ટીમ પર એક નવી મુસીબત સામે આવી છે. આખી ટીમ જેલ જઈ શકે છે. પાકિસ્તાનના એક વકીલે તમામ ખેલાડીઓ સહિત કોચ અને અન્ય સ્ટાફ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.વકીલે આખી ટીમ પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ અને કોચ સહિત અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે.

વકીલે આખી ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનની ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ વકીલે અરજીમાં કહ્યું કે, તે અમેરિકા અને ભારત વિરુદ્ધ મળેલી હારથી દુખી છે. આટલું જ નહિ કેપ્ટન બાબર આઝમની આખી ટીમ પર દેશના સમ્માનને દાવ પર લગાવી પૈસા કમાવવાનો પણ આરોપ લગાવ્યો છે.વકીલે આ મામલે તપાસ કરી રિપોર્ટ જમા કરવાની પણ માંગ કરી છે તેમજ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પર પ્રતિબંધની પણ માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement