For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોગચાળો વકરતા આરોગ્ય વિભાગનું ડોર ટુ ડોર ચેકિંગ, તાવના વધુ 96 કેસ નોંધાયા

11:59 AM Aug 02, 2024 IST | admin
રોગચાળો વકરતા આરોગ્ય વિભાગનું ડોર ટુ ડોર ચેકિંગ  તાવના વધુ 96 કેસ નોંધાયા

મહાનગરપાલિકા દ્વારા રોગચાળને અંકુશમાં રાખવા આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરાઇ

Advertisement

જામનગર મા તા.1/8/2024 ના રોજ કોલેરાના કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતાં રોગચાળા ને અંકુશ મા રાખવા આરોગ્ય ,સહિત નાં જુદાજુદા વિભાગ દ્વારા જરૂૂરી કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમાં મેડીકલ ટીમ- 23, ઘરની સંખ્યા-1723,વસ્તી-7068, ઓ.આર.એસ. પેકેટનું વિતરણ-108, ક્લોરીન ટેબલેટ વિતરણ-10942,ઝાડા નાં કેસ-3, રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા-39,તેમાંથી ટેસ્ટ પોઝીટીવ-38, ટેસ્ટ નેગેટીવ-1. મળ્યો છે. વોટરવર્કસ વિભાગ દ્વારા બેકટેરીયોલોજીકલ પરીક્ષણ-37 સેમ્પલ લેવામાં આવેલ છે, તેમાંથી પીવાલાયક-25,બીન પીવાલાયક-6(બોર) છે અને 5 સેમ્પલનાં તપાસણી કરવામાં બાકી છે, આજે તા.1/8/2024 નાં રોજ વિસ્તારમાં કુલ લાઈન લીકેજ-14 અને તે તમાંમ નું રીપેરીંગ કરવામાં આવ્યું હતું ભૂગર્ભ ગટર શાખા દ્વારા 2 ગટર લાઈનની સફાઈ કરવામાં આવી હતી. આજે એક પાણીપુરીની લારી , છૂટક બરફ ના વેચાણ નું એકમ બંધ કરાવાયા હતા. બે કિલો ન અખાદ્ય ખોરાક અને ત્રણ લીટર પાણીપૂરી નાં પાણી નો નાશ કરાયો હતો.

Advertisement

સોલીડ વેસ્ટ શાખા એ 2100 કિલો જંતુનાશક દવાનાં પાઉડરનો છંટકાવ કર્યો છે. શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય.તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.તા.1/8/2024 નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાઇઝર-47, સર્વેલન્સ ટીમ-222 દ્વારા વસ્તી- 62723, ઘર-15108 તથા 84835 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી.તેમાં થી ઉપરોક્ત ઘરોમાંથી સામાન્ય તાવના -96 કેસ મળેલ છે, જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી 362 ઘરોમાં 364 પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ, પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે 10525 પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા 401 પાત્રોમાંથી પાણી ખાલી કરાવયા હતાં શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ 8 જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement