For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીડરશિપથી ડરો નહીં…લીડર બનો…લીડર બનાવો

01:26 PM Jun 26, 2024 IST | Bhumika
લીડરશિપથી ડરો નહીં…લીડર બનો…લીડર બનાવો
Advertisement

સમગ્ર ભારતમાં 6થી 7 હજાર વુમન ડિરેક્ટર છે જેની સંખ્યા ઘણી ઓછી છે

મહિલાઓમાં મલ્ટિટાસ્કિંગનો ગુણ છે ત્યારે વધુમાં વધુ વુમન લીડર્સ અને વુમન લીડરશિપ કોચ
તૈયાર થાય તે જરૂરી: માનસી ઠક્કર

Advertisement

છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં માનસી ઠક્કરે જુદા જુદા વિષય પર 600થી વધુ સેશન લીધા છે

‘ભારતમાં મહિલાઓ કંપનીમાં ડિરેક્ટર પદ પર કામ કરે તે માટે વિશાળ તકો છે પણ મહિલાઓ આ બાબત અજાણ છે.લિસ્ટેડ કંપનીમાં એક મહિલા ડિરેક્ટર રાખવાનો નિયમ છે.જે કંપનીમાં મહિલા ડિરેક્ટર નથી તેઓ પેનલ્ટી ભરે છે,તો શા માટે આ તક ઝડપી ન લેવી? કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મહિલાનું નામ ફક્ત સાઇન કરવા માટે જ રાખવામાં આવે છે.આવું શા માટે? આગળ આવો અને તમારી ટેલેન્ટનો પરિચય આપો.

મહિલાઓમાં મલ્ટિટાસ્કિંગનો ગુણ છે પરંતુ ત્રણ બાબતના કારણે તેઓ પાછળ રહી જાય છે જેમાં લેક ઓફ સેલ્ફ અવેરનેસ,લેક ઓફ નોલેજ,લેક ઓફ ગ્રોથ માઈન્ડ સેટ છે.આ બાબતે મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે.સમગ્ર ભારતમાં 6 થી 7 હજાર વુમન ડિરેક્ટર છે જેની સંખ્યા ઘણી ઓછી કહેવાય.આ ફિલ્ડમાં તક છે પૈસો છે પાવર છે તો તેનો લાભ જરૂરથી લો’. આ શબ્દો છે લીડરશિપ કોચ, પોડકાસ્ટર અને લિન્ક્ડ ઈન સ્ટ્રેટેજીસ્ટ માનસી ઠક્કરના. છેલ્લા 12 વર્ષથી લીડરશિપ સહિત વિવિધ વિષયોના 600થી વધુ સેશન લેનાર તેઓની ફરિયાદ છે કે દરેક પ્રોગ્રામમાં વુમન સ્પીકર તથા વુમન લીડર ઓછા જોવા મળે છે.

છેલ્લા 3 દાયકાથી ચેમ્બુર સ્થિત માનસીબેનનો જન્મ અને અભ્યાસ મુંબઈમાં થયો.ચેમ્બુરમાં ડિપ્લોમા ઈન ITકર્યું. મુંબઈ યુનિવર્સિટી પિલ્લાઈ કોલેજમાંથી BE.IT કર્યું. M.A. ઇન લીડરશિપ સાયન્સ ફ્રોમ ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ લીડરશિપ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ મુંબઈથી કર્યું.શૈક્ષણિક અભ્યાસ સાથે સાથે પોતાની જાતને અપડેટ રાખવા દર વર્ષે જુદા-જુદા વિષયના ત્રણથી ચાર કોર્સ કરે છે તેનો અમલ કરી સફળ થયા છે.18 વર્ષની ઉંમરથી જ લીડરશિપ અને અન્ય વિષયને લઈને સેશન લેવાનું શરૂૂ કર્યું ત્યારે ઘણા લોકો તેમની ટેલેન્ટને નજર અંદાજ કરતાં.નાની ઉંમર હોવાના કારણે પણ લોકો એકદમ વિશ્વાસ મૂકતા નહીં,પરંતુ એક વખત તેઓના હાથમાં માઇક આવે અને તેમની અસ્ખલિત વાણી અને મૂલ્યો તેમજ અનુભવની વાતો સાંભળતા ત્યારે તેમનો અભિગમ બદલાઈ જતો.પોતાના વિશે લોકો કંઈ પણ માને પરંતુ પોતાની પાસે જે નોલેજ છે તેનો ઉપયોગ કરીને લોકો આગળ વધે તેવી તેમની ઈચ્છા રહેતી. તેમનું માનવું છે કે બિઝનેસ હોય કે સામાજિક જીવન ચાણક્ય નીતિ દરેક જગ્યાએ ઉપયોગી થાય છે.ચાણક્ય નીતિ અને ચાણક્ય અર્થશાસ્ત્ર તેઓએ પોતાના જીવનમાં પણ ઉતાર્યા છે તેથી જ તેઓ લોકોને પણ તે શીખવે છે અને તેનો જીવનમાં અમલ કરવા માટે સૂચન કરે છે.

પોતાની સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે.તેઓ જણાવે છે કે, ‘પરિવાર અને તેના સહયોગ વગર કોઈ આગળ વધી શકતું નથી.હું ખૂબ જ નસીબદાર છું કે મને આવો સ્નેહાળ પરિવાર મળ્યો છે. માતા નયનાબેન,પિતા યોગેશભાઈ અને દાદી ચંદાબેન પાસેથી પણ જીવન મૂલ્યોના અનેક પાઠ શીખવા મળ્યા છે.દાદી હંમેશા કેરિયર માટે પ્રોત્સાહિત કરતા. માતાએ સંબંધો સાચવવા તેમજ સકારાત્મક વલણ અપનાવતા શીખવ્યું તેમ જ પિતાજીએ દરેક બાબતમાં સહયોગ આપ્યો કોઈપણ કોર્સ હોય, ગમે તેટલી ફીઝ હોય તેઓએ ક્યારેય ના પાડી નથી. પરિવારમાં કાકા, ભાઈ બધાએ મને પ્રોત્સાહિત કરી છે’.

પોતે મેળવેલ નોલેજ વધુમાં વધુ લોકોને શીખવવા માગતા માનસી ઠક્કર લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર બનવા માટે તૈયારી કરે છે આવતા મહિને લીડરશિપ પર તેમની યુ ટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ લોન્ચ થશે.તેમનું સ્વપ્ન છે કે વધુમાં વધુ વુમન લીડર્સ અને વુમન લીડરશિપ કોચ તૈયાર થાય.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

WRIITEN BY: Bhavna doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement