For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શું તમે જાણો છો મખાના ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદાઓ

01:13 PM Jun 08, 2024 IST | admin
શું તમે જાણો છો મખાના ખાવાથી શરીરને થાય છે અનેક ફાયદાઓ
Advertisement

કેટલાંક સમય થી મખાના એક સ્વાસ્થ્ય ખાદ્ય પદાર્થ તરીકે ચર્ચામા છે. મખાના માંથી હળવા નાસ્તાની ઘણી વાનગીઓ બને છે. પચવામાં હલકા એવા મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો મખાણા વિશે કેટલીક રસપ્રદ વિગતો જાણીએ.

મખાના એ કમળનાં બીજ (લોટસ સીડ) છે. કમળ નાં ફુલ અને પાંદડા સુંદર હોય છે સાથે તેનાં બીજ પણ સૌથી વધુ તંદુરસ્ત ખોરાક ગણાય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે તેં કમળ નાં બીજ તરીકે ઉગે છે અને તેને પ્રોસેસિંગ કરી તેમાંથી મખાનાં બનાવવામાં આવે છે. મખાનાં ને અંગ્રેજી મા ઋજ્ઞડ્ઢ ક્ષીિં અથવા ઊીિુફહય રયજ્ઞિડ્ઢ કહેવાય છે. ઠફયિિં કશહહુ રશિયા, જાપાન, કોરિયા તથા એશિયા નાં તટીય વિસ્તારો મા થાય છે. ભારત મા સૌથી વધારે ઉત્પાદન બિહાર રાજ્યમાં થાય છે. મખાનાં મા ઘણાં પોષક તત્વો રહેલા છે.

Advertisement

મખાના પોષક તત્વોથી ભરપૂર છે તેનાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાઈમીન અને ફોસ્ફરસનો ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત છે. આ સિવાય કાચા અને શેકેલા બંને મખાનામાં આવશ્યક એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. મોટાભાગના લોકો માખાનાનો ઉપયોગ કરીને ખીર, કઢી, રાયતા અને કટલેટ જેવી વાનગીઓ બનાવવામાં પણ કરે છે. ઘણા લોકો ભગવાનને અર્પણ કરવા માટે પણ માખાનો ઉપયોગ કરે છે. થોડા ઘીમાં શેકેલા મખાના એ ચા સાથેનો ઉત્તમ નાસ્તો છે અને બાળકો માટે એક પરફેક્ટ ટિફિન વિકલ્પ છે. જો મખાને દેશી ઘીમાં શેકીને ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે અને તે એક નહીં પરંતુ અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હાડકાંને મજબૂત બનાવે
મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. જો તમને હાડકામાં દુખાવો થતો હોય તો તમારે સવારે મખાનાનું સેવન કરવું જોઈએ. મખાના ખાવાથી આર્થરાઈટિસમાં પણ આરામ મળે છે.

કેલ્શિયમની ઉણપને ઓછી કરે છે :
જો તમારા હાડકાઓ નબળા પડી ગયા હોય, તો તમારે મખાનાનું સેવન કરવું જોઈએ, કેમ કે તે હાડકાઓને મજબૂત બનાવે છે. કેલ્શિયમ ની ઉણપને દૂર કરે છે.

શુગર લેવલને કંન્ટ્રોલ કરે છે
મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. જેના કારણે બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. આ સિવાય મેગ્નેશિયમની માત્રા વધુ અને સોડિયમની માત્રા ઓછી હોય છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક.

મેટાબોલિઝમ વધારે છે

મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેથી, તે પાચન પ્રક્રિયા અને ચયાપચયને પ્રોત્સાહન આપે છે. આ સિવાય અપચો, કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી બચાવે છે.

કબજિયાત દૂર કરે છે
પાચન તંત્રની અયોગ્ય કામગીરીને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં ખાલી પેટે મખાનાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક
સગર્ભાવસ્થામાં મખાના ગર્ભવતી મહિલાઓ અને બાળક બંને માટે ફાયદાકારક છે. મખાના ખાવાથી ગર્ભવતી મહિલાઓને જરૂૂરી તમામ પોષક તત્વો મળે છે. તેના સેવનથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને થાક દૂર થાય છે.

હૃદય માટે ફાયદાકારક
મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હૃદય સંબંધિત સમસ્યાઓમાં જો તમે સવારના નાસ્તામાં મખાનાનો સમાવેશ કરો છો તો તે ફાયદાકારક છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે અને બીપીને પણ નિયંત્રણમાં રાખે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે
જો તમારે વજન ઓછું કરવું હોય તો ખાલી પેટે મખાનાનું સેવન કરો. મખાનામાં હાજર તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેનાથી દિવસભર ભૂખ ઓછી લાગે છે. તે શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ દૂર કરે છે.

ત્વચા માટે પણ ફાયદાકારક
મખાનામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી એજીંગ ગુણો રહેલા છે. જેનાથી સ્કીન યુવાન બને છે અને નિખાર પણ આવે છે. યુવી કિરણોથી થયેલા ડેમેજને ઠીક કરવામાં મદદ મળે છે

Advertisement
Tags :
Advertisement
Advertisement